નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી હાલમાં ચાલુ છે. એવામાં લોકોની નજર દિલ્હીની 8 મુસ્લિમ બહુમતી ધરાવતી વિધાનસભા સીટો પર છે. દિલ્હીમાં આ સીટો પર સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઓખલા વિધાનસભાની અંદર આવતા શાહીન બાગમાં તો વિતેલા 58 દિવસથી મહિલાઓ રાત-દિવસ ધરણા પર બેઠી છે. ભાજપે પોતાની ચૂંટણી પ્રચારમાં શાહીન બાગનો મુદ્દો બનાવ્યો હતો અને અરવિંદ કેજરીવાલે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવાથી અંતર રાખ્યું હતું. જ્યારે કોંગ્રેસ શાહીન બાગના સમર્થનમાં ઉભી હતી.


દિલ્હી વિધાનસભામાં મુસ્લિમ મતદાતા 12 ટકાની આસપાસ છે. દિલ્હીની કુલ 70માંથી 8 વિધાનસભા સીટો મુસ્લિમ બહુમતી ધરાવે છે, જેમાં બલ્લીમારાન, સીલમપુર, ઓખલા, મુસ્તફાબાદ, ચાંદની ચૌક, મટિયા મહલ, બાબરપુર અને કિરાડી સીટ સામેલ છે. આ વિધાનસભા વિસ્તારમાં 35થી 60 ટકા મુસ્લિમ મતદાતા છે. સાતે જ ત્રિલોકપુરી અને સીમાપુરી સીટ પર પણ મુસ્લિમ મતદાતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે.

ઓખલાઃ આ સીટ પર આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા પાછળ ચાલી રહ્યા છે અને ભાજપના બ્રહ્મ સિંહ આગળ ચાલી રહ્યા છે.

મટિયા મહલઃ આ સીટ પર આમ આદમી પાર્ટીના શોએબ ઈકબાલ આગળ ચાલી રહ્યા છે.

બલ્લીમરાનઃ આ સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઇમરાન હસન આગળ ચાલી રહ્યા છે.

સીલમપુરઃ આ સીટ પર આમ આદમી પાર્ટીના અબ્દુલમ રહમાન આગળ ચાલી રહ્યા છે.

મુસ્તફાબાદઃ ભાજપના જગદીશ પ્રધાન આ સીટ પર આગળ ચાલી રહ્યા છે.

કિરાડીઃ આ સીટ પર આમ આદમી પાર્ટીના રિતુરાજ ગોવિંદ આગળ ચાલી રહ્યા છે.

બાબરપુરઃ આ સીટ પર આમ આદમી પાર્ટીના ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે.

ચાંદની ચૌકઃ આ સીટ પર પણ આમ આદમી પાર્ટીના પ્રલાદ સિંહ આગળ ચાલી રહ્યા છે.