નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાનને આડે થોડા થોડા જ દિવસો બાકી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે જોરદાર ટક્કર છે. બન્ને પક્ષના નેતા હાલમાં પુરજોશતી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને વિરોધીઓ પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લોકોને કરવામાં આવેલ વચન પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે અમિત શાહે એક એક આરોપનો કેજરીવાલે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે.


અમિત શાહના આરોપ પર કેજરીવાલનો કટાક્ષ

નાંગલોઈમાં એક જનસભાને સંબોધિ કરતાં અમિત શાહે કેજરીવાલ પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, ‘કેજરીવાલજી તમે કહ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં ફ્રી Wi-Fi આપીશ. હું રસ્તામાં Wi-Fi શોધતો આવ્યો છું, પરંતુ બેટરી પૂરી થઈ ગઈ, પરંતુ Wi-Fi  ન મળ્યું.’ શાહના આ આરોપ પર આજે કેજરીવાલ કહ્યું કે, ‘સર, અમે ફ્રી Wi-Fiની સાથે સાથે ફ્રી બેટરી ચાર્જિંગની વ્યવસ્થા પણ કરી દીદી છે. દિલ્હીમાં 200 યૂનિટ વીજળી ફ્રી છે.’


ભાજપને CCTV, સ્કૂલ અને કાચી કોલોની પર મત માગવા પડી રહ્યા છે- કેજરીવાલ

જનસભામાં અમિત શાહે કહ્યું, ‘જરા જણાવો કેટલી સ્કૂલ બનાવી. 15 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની વાત કહી હતી પણ થોડા જ સીસીટીવી લગાવીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છો.’ શાહના આ આરોપ પર કેજરીવાલે કહ્યું, ‘મને ખુશી છે કે તમને કેટલાક સીસીટીવી કેમેરા દેખાયા તો ખરી. થોડા દિવસ પહેલા તો તમે કહ્યું હતું કે એક પણ કેમેરા લાગ્યા નથી. થોડા સમય હજુ રાહ જુઓ, તમને સ્કૂલ પણ દેખાશે. મને ખુશી છે કે દિલ્હીના લોકોએ રાજનીતિ બદલી છે જ્યાં ભાજપને CCTV, સ્કૂલ અને કાચી કોલોનીઓ પર મત માગવા પડી રહ્યા છે.’