અમિત શાહે બુધવારે દિલ્હીના નજફગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે, "10 દિવસથી પુછી રહ્યો છું કે અમે જેને જેલમાં નાંખ્યો હતો, કેજરીવાલ તેના પર ચાર્જશીટ દાખલ કરવાની પરમીશન આપશે કે નહીં? કેજરીવાલ ટ્વીટ કર્યુ કે અમિતભાઇ તમે ગૃહમંત્રી છો, શરજીલ ઇમામને પકડો, અમે પકડી લીધો હવે તમે જ બતાવો કે ચાર્જશીટની પરમીશન આપશો કે નહીં?"
અમિત શાહે કેજરીવાલ પર શરજીલ ઇમામ મુદ્દે ઘેરાબંધી કરી અને આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓને જે સુવિધાઓ અને સુરક્ષા જોઇએ છે તે માત્ર ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે દેશદ્રોહના આરોપી શરજીલ ઇમામને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. શરજીલ ઇમામને મંગળવારે ક્રાઇમ બ્રાંચે બિહારમાંથી ધરપકડ કરી હતી.