નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું વોટિંગ પૂર્ણ થયા બાદ એક્સિઝ પોલ સામે આવ્યા હતા. વિવિધ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી છે. ટાઈમ્સ નાઉના સર્વેમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને 44, ઈન્ડિયા ટીવીના સર્વેમાં પણ આપને 44 અને રિપબ્લિકના સર્વેમાં 48થી 61 બેઠક મળતી હોવાનું જણાવાયું છે.  11 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ જાહેર થશે.


ABP-C Voterનો Exit Poll

આમ આદમી પાર્ટીઃ  58

બીજેપીઃ  10

કોંગ્રેસઃ 02

આજતકનો Exit Poll

આમ આદમી પાર્ટીઃ 63

બીજેપીઃ 07

કોંગ્રેસઃ 00

Times Nowનો Exit Poll

AAP: 47

BJP: 23

કોંગ્રેસઃ 0

ઈન્ડિયા ટીવીનો Exit Poll

આપઃ 44

ભાજપઃ 26

કોંગ્રેસઃ 0

રિપબ્લિક-ભારતનો Exit Poll

આપઃ 47

બીજેપીઃ 23

કોંગ્રેસઃ 00

ન્યૂઝ એક્સ-નેતાનો Exit Poll

આમ આદમી પાર્ટીઃ 55

ભાજપઃ 14

કોંગ્રેસઃ 1

જન કી બાતનો Exit Poll

આમ આદમી પાર્ટીઃ 55

ભાજપઃ 15

કોંગ્રેસઃ 0

ટીવી9-સિસરોનો Exit Poll

આમ આદમી પાર્ટીઃ 58

બીજેપીઃ 11

કોંગ્રેસઃ 1

એનડીટીવીનો Exit Poll

આમ આદમી પાર્ટી 52

બીજેપીઃ 17

કોંગ્રેસઃ 1

એનડીટીવીનો Exit Poll

આમ આદમી પાર્ટી 52

બીજેપીઃ 17

કોંગ્રેસઃ 1

2015માં AAPને મળી 67 સીટ

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

લોકસભામાં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.