પ્રાથમિક જાણકારી અનુસાર આગ શનિવારે રાત્રે 2 વાગ્યે લાગ્યે હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં ઝુપડપટ્ટી અને કપડાના ગોડાઉન હતા. અધિકારીઓ અનુસાર લગભગ 186 અસ્થાયી ઘરો અને ગોડાઉનને આગવાળી જગ્યાથી સુરક્ષિત કરી લીધા છે.
આ લાગી તે દરમિયાન 30-40 લોકો અંદર ફસાયા હતા અને તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. એક વૃદ્ધ વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે.
દિલ્હી ફાયર ફાઈટર અનુસાર આગ પર મોટાભાગે કાબુ મેળવી લીધો છે. આગના કારણે લાખોની સંપત્તિ અને ઘરો ભળીને ખાખ થઈ ગયા છે.