દિલ્હીઃ રાજપથ પર રજૂ થયેલા ગુજરાતી ગરબાથી નરેન્દ્ર મોદી થયા મંત્રમુગ્ધ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2020 11:22 AM (IST)
ટેબ્લોમાં ગુજરાતના પાટણની હેરિટેજ રાણકી વાવ આકર્ષનું કેન્દ્ર બની હતી. જે બાદ રાજ્યની વિવિધ શાળામાંથી આવેલી 150 જેટલી વિદ્યાર્થીનીઓએ ગરબા રજૂ કર્યા હતા.
(રાજપથ પર પ્રધાનમંત્રી મોદી સમક્ષ ગરબા રજૂ કરતું ગુજરાતનું ગ્રુપ)
નવી દિલ્હીઃ આજે દશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. જે બાદ રાજપથ પર ભારતની શૌર્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું. સેનાના અલગ-અલગ રેજિમેંટને રાષ્ટ્રપતિએ સલામી આપ્યા બાદ ભારતીય સંસ્કૃતિના ઝલક દર્શાવતા વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. 150 વિદ્યાર્થીનીઓએ ગરબા કર્યા રજૂ ટેબ્લોમાં ગુજરાતના પાટણની હેરિટેજ રાણકી વાવ આકર્ષનું કેન્દ્ર બની હતી. જે બાદ રાજ્યની વિવિધ શાળામાંથી આવેલી 150 જેટલી વિદ્યાર્થીનીઓએ ગરબા રજૂ કર્યા હતા. ગરબા જોઈને પ્રધાનમંત્રી મોદી મંત્રમુગ્ધ થયા હતા. INDvNZ: બીજી T-20માં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો કોનું કપાઈ શકે છે પત્તું સિંગર અદનાન સામીને પદ્મશ્રી આપવા પર MNS એ ઉઠાવ્યો સવાલ, પૂછ્યું- આટલી ઉતાવળ કેમ ?