મુંબઈઃ પ્રજાસત્તાક પર્વના અવસર પર પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિંગર અદનાન સામીને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે. જેને લઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વાંધો ઉઠાવ્યો છે.


MNS ના સિનેમા યૂનિટના અધ્યક્ષ અમે ખોપકરે કહ્યું, અદનાન સામી મૂળ ભારતીય નથી. આખરે એટલી ઉતાવળ કેમ થઈ ગઈ કે ભારતની નાગરિકતા લીધાના 4 વર્ષની અંદર જ સામીને પદ્મશ્રીથી સન્માનવામાં આવી રહ્યા છે.


પદ્મશ્રીની જાહેરાત બાદ અદનાન સામીએ ભારત સરકારનો આભાર માન્યો છે. એક ટ્વિટમાં તેણે કહ્યું, કોઇપણ કલાકાર માટે તે મહાન ક્ષણ હોય છે. હું ખૂબ ખુશ છું અને આભારી છું કે મને પદ્મશ્રી સન્માન આપવામાં આવી રહ્યું છે. મને સંગીતની દુનિયામાં કામ કરતા 34 વર્ષ થઈ ગયા છે. આભાર.


1 જાન્યુઆરી, 2016ના રોજ અદનાન સામીએ ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

71મો પ્રજાસત્તાક દિવસઃ 10 વાગ્યે રાજપથ પર પરેડ, પ્રથમ વાર વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાજંલિ આપશે PM

ખેડૂતો માટે માઠા સમાચાર, 27-28 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી

INDvNZ: આજે બીજી T-20, ટીમ ઈન્ડિયાની નજર સતત બીજી જીત પર