નવી દિલ્હીઃ ગાઝિયાબાદના DM એ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર પાસ ધરાવતાં લોકોને જ ગાઝિયાબાદમાં આવવાની મંજૂરી મળશે. જરૂરી સેવાઓ સંબંધિત લોકોને પણ છૂટ રહેશે.


આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વાહન, માલનું પરિવહનકરતાં ટ્રક, બેંકિંગ સુવિધા સાથે જોડાયેલા વાહનો અને જરૂરી વસ્તુઓ તથા દવા સંબંધિત ગાડીઓ મંજૂરી વગર ગાઝિયાબાદની સરહદમાં કોઈપણ પૂછપરછ વગર નીકળવાની મંજૂરી હશે. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, બેંક કર્મચારીઓ માટે પણ પાસની જરૂર નહીં પડે. તેમનું આઈકાર્ડ માન્ય રહેશે.


આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ કોઇપણ જાતની રોકટોક વગર આવી શકશે. મીડિયા કર્મીઓ તેમનું માન્ય ઓળખપત્ર દર્શાવીને આવ-જા કરી શકશે.

દિલ્હીના હોટસ્પોટ એરિયાથી આવતાં લોકોને ગાઝિયાબાદમાં પ્રવેશ નહીં આપવામાં આવે.