નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. દિલ્હીની સ્થિતિને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંવેદશીલ ગણાવતા લોકોને એકતાની અપલી કરી છે. સાથે તેમણે કહ્યું કે દિલ્હીમાં હિંસા માટે બહારના, રાજકીય અને ઉપદ્રવીઓ જવાબદાર છે.

વિધાનસભામાં કેજરીવાલે કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ”


સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હી હિંસામાં સામાન્ય લોકો સામેલ નથી, પરંતુ આ હિંસા બહારના લોકોએ ફેલાવી છે. કેટલાક રાજનીતિક, અસામાજિક તત્વ સામેલ છે. તેમણે કહ્યું- દિલ્હીમાં હિંદુ મુસલમાન નથી લડવા માંગતા, હવે નફરત અને દંગાની રાજનીતિ ચલાવી લેવામાં નહીં આવે. સમગ્ર દિલ્હીએ એકસાથે ઊભા રહીને કહેવું પડશે કે હવે આ ભાઈ -ભાઈ સાથે લડાવનારી રાજનીતિ સાખી લેવામાં નહીં આવે.


દિલ્હીની શાંતિ માટે અમે જરૂરી પગાલા ઉઠાવીશું. કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું ફરી ગૃહમંત્રીને અપીલ કરું છું કે દિલ્હીમાં સ્થિતિ કાબુ કરવા માટે આર્મી બોલાવવામાં આવે.