દિલ્હી સરકારના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, ખેડૂતોને જાગૃત કરવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ અંગે તેમણે ટ્વિટ કરીન લખ્યું, ઉત્તર ભારતમાં તીડના વધતા ખતરાને જોતાં દિલ્હી સરકારના કૃષિ વિભાગ દ્વારા દિલ્હીના લોકો અને ખેડૂતોને જાગૃત કરવા કાર્યક્રમ ચલાવશે. ઉપરાંત દિલ્હી સરકારે જંતુનાશક દવાનો છંટકાવ અને તેની માત્રાને લઈ એડવાઇઝરી જાહેર કરી છે.
પાકિસ્તાન તરફથી ભારતમાં દાખલ થયેલા તીડના પ્રકોપ લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ સાથે સંકળાયેલા જાણકારોના કહેવા મુજબ, જો આ સમસ્યા પર તાત્કાલિક કાબૂ નહીં મેળવવામાં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. તીડના ઝૂંડ પાક, શાકભાજીને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનાથી ખાદ્યાન ચેન પ્રભાવિત થઈ શકે છે.