નવી દિલ્લી: દિલ્લી સરકારે પોતાના દ્વારા નિયુક્ત કરેલા 15 વકીલોની નિયુક્તિ રદ્દ કરવાના ઉપરાજ્યપાલ નજીબ જંગના નિર્ણયને શુક્રવારે નકારી દીધો, જેમાં ઉરરાજ્યપાલ કાર્યાલય અને આપ સરકારની વચ્ચે ટકરાવ આશંકા પૈદા થઈ ગઈ છે.


જો કે ઉપરાજ્યપાલ કાર્યાલયે આ કદમને લઈને કેજરીવાલ સરકારની નિંદા કરી છે અને કહ્યું કે ઉચ્ચ ન્યાયાલયના ચાર ઓગસ્ટના નિર્ણય પ્રમાણે ઉપરાજ્યપાલ તમામ વહીવટી મુદ્દામાં અંતિમ ઓથોરિટી છે.

તેના પહેલા કાલે જંગે ઉચ્ચતમ ન્યાયાલયના 15 વકીલોની પેનલની નિયુક્તિ રદ્દ કરી નાંખી હતી, અને આ વકીલોની નિયુક્તિ પર ફેક્ટોએ મંજૂરી આપવાથી ઈનકાર કરી દીધો હતો.

ઉપરાજ્યપાલના નિર્ણયને નકારવાનો નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો હતો. કેજરીવાલ સરકારે આ 15 વકીલોને વર્ષ 2014 અને 2015માં ઉપરાજ્યપાલની પૂર્વાનુમતિ વગર જ નિયુક્ત કર્યા હતા.