નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં મિશન 256 પ્લસ સાથે આજે બીજેપી ની પરિવર્તન યાત્રા શરૂ થઇ રહી છે. સહારનપુરમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ લીલી ઝંડી આપીને યાત્રાની શરૂઆત કરાવશે. મીડિયા આવેલા અહેવાલ અનુસાર, આગામી 6 મહિનામાં બીજેપી એવી ચાર યાત્રા કરશે જેમા બીજેપીની પરિવર્તન યાત્રા દરમિયાન રાજનાથ સિંહ કલરાજ મિશ્રા, ઉમા ભારરતી અને કેશવ પ્રસાદ મોર્ય હાજર રહશે. પરિવર્તન રથ પર પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સિવાય ફક્ત ચાર નેતાઓા જ પોસ્ટર લગાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ચાર નેતાઓ જે અલગ અલગ વર્ગમાંથી આવે છે તેમને આગળ કરીને બીજેપી યૂપીના વોટરમાં સંદેશો આપવવાનો પ્રયત્ન કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, બીજેપી યૂપીમાં સીએમ ઉમેદવાર જાહેર કર્યા વગર પીએમ મોદીના ચહેરાને આગળ કીને જ ચુંટણી મેદાનમાં ઉતરશે. પરંતું પરિવર્તન રથ પર લાગેલી તસ્વીરથી આ સંદેશ જરૂર જાય છે કે, બીજેપી યૂપીમાં ચાર ચહેરા સાથે ચુંટણી મેદાનમાં ઉતરશે.

દર મહિનાના છેલ્લા રિવારે 'મન કી બાત' કરનાર પ્રધાનમંત્રી હવે યુવાઓનો માટે 'મન કી બાત' શરૂ કરવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યમાં આવનાર ચુંટણીને ધ્યાનમાં રાખીને આની શરુઆત કરી શકે છે.