નવી દિલ્લી: ભારતે 13 વર્ષમાં પહેલી વખત પાકિસ્તાને પાઠ ભણાવવા માટે એલઓસી પર તોપોનો ઉપયોગ કર્યો હતો. એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે, ભારતે આ કાર્યવાહી શહીદ મનદીપના મૃતદેહ સાથે થયેલી બર્બરતાનો બદલો લેવા માટે કર્યો હતો.
તમને જણાવી દઈએ કે 28 ઓક્ટોબરે કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાન મનદીપ સિંહ શહીદ થયા હતા. ગોળી વાગ્યા પછી મનદીપ એક કેનાલમાં પડી ગયા હતા, અને ત્યાં પાકિસ્તાની આતંકી તેમનું માથું કાપીને લઈ ગયા હતા. ત્રણ કલાક ચાલેલા આ સંઘર્ષમાં એક આતંકી ઠાર મરાયો હતો. તેના પછી ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓને ઉડાવી હતી. જેનો વીડિયો રેકોર્ડિંગ પણ પાકિસ્તાની ચોકીઓના વિનાશની કહાની જણાવે છે.
કેરન સેક્ટરમાં 29 ઓક્ટોબરની રાત્રે ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો. સેનાએ પોતાની તોપોનું મોઢું સીધું પાકિસ્તાન ચોકીઓ તરફ ખોલ્યું હતું. પાકિસ્તાની રેંજર્સના 40 જવાન ભારતીય કાર્યવાહીમાં ઠાર મરાયા હતા. પાકિસ્તાનની ચાર મોટી ચોકીઓને પણ નિશાન બનાવીને વિર વિખેર કરી નાંખી હતી.