નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં નવા મામલાને જોઈ ટેસ્ટિંગની સંખ્યા વધારવા અને તેની કિંમત ઘટાડવાની ઉદ્દેશથી કેજરીવાલ સરકારે ખાનગી લેબમાં થનારા RT-PCR ટેસ્ટની કિંમત નક્કી કરી છે. તેની કિંમત હવે 800 રૂપિયા કરી દેવામાં આવી છે. જોકે ઘરેથી સેમ્પલ કલેક્ટ કરાવવા પર 1200 રૂપિયા ખર્ચવા પડશે.

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું, મેં દિલ્હીમાં આરીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડવા નિર્દેશ આપ્યો છે. સરકાર તરફથી આ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકો પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવી રહ્યા છે તેમને ભાવમાં ઘટાડાથી ઘણી રાહત મળશે.



સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,091 છે. જ્યારે 5,22,491 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાએ 9066 લોકોનો અત્યાર સુધીમાં ભોગ લીધો છે.

દેશમાં આજે કોરોનાના 38,772 નવા કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 94,31,692 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 443 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,139 પર પહોંચ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,46,952 છે અને 88,47,600 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે.

બાબા આમટેની પૌત્રીએ ઝેરનું ઈન્જેકશન લગાવી કર્યુ સુસાઇડ, થોડા દિવસો પહેલા સંસ્થામાં આર્થિક ગોટાળાની કરી હતી વાત

નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી  ? જાણો મહત્વના સમાચાર

પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના 12 જિલ્લામાં નાંખવામાં આવ્યો રાત્રિ કર્ફ્યુ, કોવિડ હોટસ્પોટમાં લાદયું સંપૂર્ણ લોકડાઉન