દિલ્હી સરકારે 17 મે બાદ લોકડાઉનમાં છૂટ આપવા માટે ગુરૂવારે કેન્દ્રને એક પ્રસ્તાલ મોકલ્યો હતો. જેમાં સામાજિક અંતરના નિયમને ચુસ્ત પણ પાલનની સાથે માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ ખોલવાની અને બસો-મેટ્રો સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
સરકારી સુત્રો પ્રમાણે, સરકારે દિલ્હીમાં નિર્માણ ગતિવિધિઓ શરૂ કરવાનો પણ સૂચન મોકલ્યું છે. જેના માટે દિલ્હીની અંદર મજૂરોની અવર-જવરને મંજૂરી આપવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, સવારીની સાથે ટેક્સિઓને પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવે અને સામાજિક અંતરના ચુસ્ત નિયમનું કડકથી પાલનની સાથે બસોને પણ ચલાવવાની અનુમતિ આપવામાં આવી શકે છે જેમાં 20-20 મુસાફરો જ બેસી શકશે.
સુત્રો પ્રમાણે, સરકારે સૂચન આપ્યું છે કે દિલ્હીમાં બજારો, કોમ્પલેક્ષ અને મોલને ખોલવાની મંજૂરી આપવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દુનિયાભરમાં 45 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ ચુકી છે. 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 95,519 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે મૃત્યુઆંકની સંખ્યામાં 5305નો ઉમેરો થયો છે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 8470 કેસ નોંધાયેલા છે. જ્યારે 115 લોકોના મોત નિપજ્યાં છે. રાહતના સમાચાર એ છે કે, 3045 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને મોલ, કોમ્પલેક્ષ અને બસ-મેટ્રો ચાલુ કરવાને લઈને શું મોકલ્યા સૂચનો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 10:41 AM (IST)
દિલ્હી સરકારે 17 મે બાદ લોકડાઉનમાં છૂટ આપવા માટે ગુરૂવારે કેન્દ્રને એક પ્રસ્તાલ મોકલ્યો હતો. જેમાં સામાજિક અંતરના નિયમને ચુસ્ત પણ પાલનની સાથે માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ ખોલવાની અને બસો-મેટ્રો સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -