નવી દિલ્હીઃ ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે સાડા ચાર કલાકે બદ્રિ વિશાળ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. કોરોના કારણે આ વર્ષે આયોજનમાં માત્ર ગણતરીના જ લોકો હાજર રહ્યા હતા. તેમાં બદ્રીનાથ ધામના મુખ્ય પુજારી, ધર્માધિકારી સહિત મંદિર સાથે જોડાયેલ 28 લોકો જ હાજર રહ્યા. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ મંદિરને ફૂળોની માળાથી સજાવવામાં આવ્યું હતું, વેદ મંત્રોના પાઠ સાથે ભગવાન બદ્રી વિશાળના ગર્ભ ગૃહના દ્વાર ખોલવામાં આવ્યા. સૌથી પહેલા બદ્રીનાથના રાવલ ઇશ્વરી પ્રસાદ નમ્બૂદરીએ ગર્ભ ગૃહમાં ભગવાનની પૂજા કરી અને ત્યાર બાદ એક એક કરીના બાકીના લોકોએ દર્શન કર્યા.


આ પહેલા ટિહરીના દરબારમાં થયેલ મંત્રણા બાદ 30 એપ્રિલની સવારે સાડા ચાલ કલાકે બદ્રીનાથના કપાટ ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના વાયરસને કારણે બદ્રીનાથ ધામ સાથે જોડાયેલ બોર્ડની બેઠકમાં કપાટ ખોલવાની તારીખ આગળ વધારવામાં આવી હતી.

જણાવીએ કે, પ્રશાસન તરફથી કપાટ ખોલતા પહેલાની તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી હતી. કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામ બન્ને જગ્યા પર રસ્તા પર પથારેયલ બરફ હટાવવામાં આવી હતી. તેના માટે પ્રશાસને હેલીકોપ્ટર દ્વારા મજૂરોને બરફ હટાવવાના કામમાં પહોંચાડ્યા હતા.

નોંધનીય છે કે, દેશમાં કોરોના દર્દીની સંખ્યા 78 હજારને પાર કરી ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. જોકે 26 હજારથી વધારે લોકો રિકવર પણ થઈ ગયા છે.