Manish Sisodia, Satyendar Jain : દિલ્હી સરકારના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પોતાની પાસે કોઈ મંત્રાલય કેમ નથી રાખતા? જ્યારે દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય છ મંત્રીઓ છે. આ તમામ છ મંત્રીઓમાં 33 વિભાગોનું કામ વહેંચાયેલું છે. આ વિભાગમાં અડધાથી વધુ મંત્રાલયો નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે છે, જેઓ હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે મંત્રાલય ન હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે કારણ કે 18 વિભાગોના મંત્રી મનીષ સિસોદિયાના સ્થાને અરવિંદ કેજરીવાલ કોઈ મંત્રાલય સંભાળશે કે કેમ? જો કે, અરવિંદ કેજરીવાલના મંત્રાલયને સંભાળવા અંગે ભાજપની અલગ દલીલ છે. 


ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ જવાબદારીમાંથી છટકી જવાના ડરથી કોઈ પણ વિભાગનું મંત્રાલય નથી સંભાળતા. બીજી તરફ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, નવી સરકારમાં એક પણ વિભાગની જવાબદારી સંભાળી ન રહેલા અરવિંદ કેજરીવાલને આ મુશ્કેલ કસોટીમાં મહત્વના મંત્રાલયોની જવાબદારી હાલના તબક્કે નિભાવવી પડી શકે છે.


એકલા મનીષ સિસોદિયા પાસે જ 18 વિભાગ


હવે આમ આદમી પાર્ટી નક્કી કરશે કે મનીષ સિસોદિયાના 18 પોર્ટફોલિયોને કેવી રીતે વહેંચવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, જો અન્ય ચાર મંત્રીઓમાં મહત્વના વિભાગોની વહેંચણી કરવામાં આવે તો તંત્ર દોડતું થઈ જાય તેવું બની જશે. પરંતુ પૂર્ણ સમયના મંત્રી વિના મહત્વના વિભાગો ચલાવવા મુશ્કેલ બનશે. હવે અરવિંદ કેજરીવાલ પાસે નવો રસ્તો બચ્યો છે કે તેઓ નવા મંત્રીઓની નિમણૂક કરે અને તેમને મનીષ સિસોદિયાના મંત્રાલયોની જવાબદારી સોંપે. રાજકીય વિશ્લેષક પરાશર કહે છે કે, આ સૌથી પડકારજનક કાર્ય છે. જો અરવિંદ કેજરીવાલ અન્ય મંત્રીની નિમણૂક કરે છે, તો સત્યેન્દ્ર જૈન અથવા મનીષ સિસોદિયાને મંત્રી પરિષદમાંથી પડતા મુકવા પડશે. કારણ કે નિયમો અનુસાર દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત માત્ર સાત મંત્રી જ હોઈ શકે છે. 


હાલમાં જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈન અને સીબીઆઈ રિમાન્ડ પર રહેલા મનીષ સિસોદિયા સહિત તમામ છ મંત્રીઓ અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં છે. કારણ કે અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને જેલમાં ગયા બાદ પણ કેબિનેટમાંથી હટાવ્યા નથી. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં નંબર ટુનું સ્થાન ધરાવતા મનીષ સિસોદિયા CBI કસ્ટડીમાં હોય ત્યારે તેમને કેબિનેટમાંથી હટાવવા અસંભવ લાગે છે. આમ આદમી પાર્ટી મનીષ સિસોદિયાની ધરપકડને ન માત્ર ગેરકાયદે ગણાવી રહી છે, પરંતુ તેને રાજકીય ગણાવીને તેનું સમર્થન પણ કરી રહી છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી માટે મનીષ સિસોદિયાને કેબિનેટમાંથી હટાવવાનું અશક્ય લાગે છે.


હવે રાજકારણમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો આવું નહીં થાય તો શું અરવિંદ કેજરીવાલ તમામ પદ પોતાની પાસે રાખશે? ભાજપ આ અંગે સવાલો ઉઠાવી રહ્યું છે. દિલ્હી બીજેપી યુવા મોરચાના પ્રવક્તા મોહિત શર્માનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ આવું ક્યારેય નહીં કરે. તેની પાછળ દલીલ કરતા મોહિત કહે છે કે, કારણ કે અરવિંદ કેજરીવાલ જવાબદારીઓથી ડરે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેની જવાબદારી પોતાના સાથીદારો પર નાખવાનું કામ પણ કરી રહ્યા છે. મોહિતનું કહેવું છે કે, તેમને ડર છે કે જો તે મંત્રી રહીને પેપર પર સહી કરશે તો તે તેમાં ફસાઈ જશે. આ ડરના કારણે અરવિંદ કેજરીવાલ સમગ્ર દિલ્હીનો વિકાસ અટકાવી રહ્યા છે. કારણ કે તેમના એક મંત્રી જેલમાં છે, તો બીજા સીબીઆઈ રિમાન્ડ પર છે. દિલ્હીનું બજેટ પણ રજુ થવાની તૈયારીમાં છે. હવે નાણામંત્રી નથી. જો કે, AAP સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ પાર્ટીની નીતિઓ અને પાર્ટીના વિસ્તરણ માટે આખા દેશમાં સતત સક્રિય છે. જેના કારણે તેમની પાસે કોઈપણ વિભાગની જવાબદારી નથી.


સત્યેન્દ્ર જૈનના છ પોર્ટફોલિયો પણ સિસોદિયા પાસે હતા


સત્યેન્દ્ર જૈન પણ 6 વિભાગો સંભાળતા હતાં. સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમની ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ તેમના પણ 6 ખાતા સિસોદિયા જ સંભાળી રહ્યા હતા. હવે લગભગ નવ મહિના બાદ જૈને તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.


અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં માત્ર ચાર જ મંત્રીઓ


દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના અડધાથી વધુ વિભાગોના મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય સંકટ ઊભું થયું છે. રાજકીય વિશ્લેષકોના મતે આ રાજકીય સંકટ સૌથી વધુ છે કારણ કે મનીષ સિસોદિયા રાજ્યમાં સૌથી વધુ મંત્રાલયો ધરાવે છે. આ મંત્રાલયોની કામગીરી કેવી રહેશે અને તેની રાજ્ય પર કેટલી અસર થશે તેનું આકલન રાજકારણમાં થઈ રહ્યું છે.