નવી દિલ્હી: INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે CBI કેસમાં ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.


ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા 21 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇ અને ઇડી તેમના વિરુદ્ધ આઇએનએક્સ મીડિયા કેસ મામલે તપાસ કરી રહ્યા છે. ચિદમ્બર પર આરોપ છે કે INX મીડિયા ગ્રુપને 2007માં 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા રાખવામાં આવી હતી. આ દરમિયાન પી ચિદમ્બરમ નાણામંત્રી હતા.