નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાને આજે નવા ચીફ મળ્યા છે, બીએસ ધનોઆનો કાર્યકાળ પુરો થતાં હવે નવા વાયુસેના પ્રમુખ તરીકે રાકેશ કુમાર સિંહ ભદોરિયા પદ સંભાળી લીધો છે. પદ સંભાળ્યા બાદ આરકેએસ ભદોરિયાએ નેશનલ વૉર મેમૉરિયલ જઇને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.


એર ચીફ માર્શલનુ પદ સંભાળતા જ આરકેએસ ભદોરિયાએ પાકિસ્તાનને ચેતાવણી આપી અને કહ્યું કે રાફેલ લડાકૂ વિમાનના કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારે પડશે.



આરકેએસ ભદોરિયાએ રાફેલને લઇને કહ્યું કે રાફેલ એક સક્ષમ વિમાન છે, તે ગેમ ચેન્જર છે, અને તેનાથી ભારત પાકિસ્તાન અને ચીન પર લીડ મેળવશે.


ખાસ વાત છે કે, નવા ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા વાયુસેનાના સિલેક્ટેડ પાયલટોમાંના એક છે, જેને રાફેલ વિમાન ઉડાડ્યુ છે. જુલાઇમાં ભારત અને ફ્રાન્સની વાયુસેનાઓની વચ્ચે ગરુડ અભ્યાસ દરમિયાન આરકેએસ ભદોરિયાએ રાફેલ વિમાન ઉડાડ્યુ હતુ.