નવી દિલ્હીઃ નર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા મેળવનાર 4 દોષિઓમાંથી એક પવન ગુપ્તાએ દિલ્હા હાઈ કોર્ટમાં પોતાના બચાવમાં અરજી દાખલ કરી છે. પવન કુમારે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ઘટના સમયે તે સગીર વયનો હતો અને ટ્રયલ કોર્ટે ખોટી રીતે તેની વિરૂદ્ધ કામ કર્યું હતું. આ મામલે આજે સુનાવણી થશે.


નિર્ભયા ગેંગરેપ મામલે ફાંસીની સજા મેળવનાર પવન ગુપ્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે ડિસેમ્બર 2012માં થયેલ ઘટનાના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરૂદ્ધ કામ કર્યું. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું કે, ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકે તેના અધિકારોનું હનન કર્યું છે.



પવને એવો પણ દાવો કર્યો છે કે, ઘટ્ના ઘટી ત્યારે હાડકામાં રહેલા C-14નામના તત્વના નમુના લઈને મારી ઉંમરનું પરિક્ષણ નહોતુ કરવામાં આવ્યું હતું. જેથી મને પણ તેનો લાભ મળવો જોઈએ. દોષિત ગુનેગાર પવનનું કહેવું છે કે, તે સગીર હોવાના કારણે તેને જુનેવાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત શંકાનો લાભ મળવો જોઈએ.


ઉલ્લેખનીય છે કે, ઈતિહાસકારો મનુષ્ય હોય કે પ્રાણીના હાડકામાં રહેલા C-14 નામના તત્વના નમુના લઈને તેની ઉમંરની ચકાસણી કરે છે. જે વૈજ્ઞાનિક રીતે એકદમ સચોટ માનવામાં આવે છે.

નોંધનીય છે કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજે બુધવારે નિર્ભયા સામુહિક દૂષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી હાથ ધરતા પીડિતાની માતાને કહ્યું હતું કે, અમે જાણીયે છીએ કે કોઈનું મોત થયું છે, પરંતુ દોષિતોના પણ કેટલાક કાયદાકીય અધિકાર છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ 7 જાન્યુઆરી માટે આ કેસ સ્થગિત કરી દીધો છે. તેમણે તિહાડ જેલના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે દોષિતોને નવેસરથી નોટિસ આપી તેમના કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવાનો સમય આપે.