Delhi Kanjhawala Accident Update: દિલ્હી પોલીસે કંઝાવાલામાં થયેલા દર્દનાક રૉડ અકસ્માત અને છોકરીના મૃતદેહને કારથી ઢસેવાના મામલામાં મંગળવારે મૃતકની સહેલીનું નિવેદન નોંધ્યુ. મૃતકની સહેલી ઘટનાના સમયે હાજર હતી અને તે આખા મામલમાં મુખ્ય સાક્ષી પણ છે. મૃતકની સહેલીનુ નિવેદન અનુસાર, તેને પણ દૂર્ઘટનામાં ઇજા પહોંચી હતી, પરંતુ તે ત્યાંથી ડરીને પોતાના ઘરે ભાગી ગઇ હતી અને તેને અંજલિને ત્યાં જ છોડી દીધી હતી. તેને એ પણ બતાવ્યુ કે, અંજલિનું શરીર કારમાં ફસાઇ ગયુ હતુ અને કાર સવાર તેને આમ તેમ ઢસેડતો લઇ ગયો હતો. જાણો આ ઘટનાની મુખ્ય 10 વાતો........  


જાણો આ ઘટનાની મુખ્ય 10 વાતો........  


- અંજલિની સહેલી નિધિએ દાવો કર્યો છે કે તે (અંજલિ) નશામાં હતી, અને તેને સ્કૂટી ચલાવવા પર જોર આપ્યુ હતુ અને આ વાત પર તેઓ બન્ને વચ્ચે હૉટલમાં ઝઘડો પણ થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 
- હૉટલના મેનેજરે પોલીસને બતાવ્યુ કે, રાત્રે લગભગ 1.30 વાગે હૉટલમાથી નીકળતા પહેલા અંજલિ અને તેના દોસ્ત વચ્ચે ઝઘડો થયો હતો, મેનેજરે કહ્યું કે, તે બન્ને ચર્ચા કરી રહી હતી. જ્યારે મે તેમને લડાઇ ના કરવા કહ્યું તો તે નીચે ઉતરી અને લડવા લાગી, ત્યારપછી બન્ને સ્કૂટી પર સવાર થઇ ગયા. 
- હૉટસમાં નિધિ અને અંજિલએ કેટલાક છોકરાઓ સાથે વાત કરી હતી, તેમને પણ પુછપરછ માટે લેવામા આવ્યા છે. હૉટલ મેનેજરે પોલીસને બતાવ્યુ કે જે છોકરાઓએ અલગ રુમ બૂક કરાવ્યો હતો. પોતાના નિવેદનમાં નિધિએ કહ્યું કે તે કેટલાક દોસ્તોને મળીને હૉટલમાં ગયા હતા.
- ભીષણ દૂર્ઘટનાના બે દિસવ બાદ મંગળવારે જાણવા મળ્યુ  કે જ્યારે કાર ખેંચીને લઇ ગઇ તો અંજલિ એકલી ન હતી, નિધિ જે તે સમયે તેની સાથે જ હતી. તેને કહ્યું કે તે ડરી ગઇ હતી અને ત્યાંથી ઘરે ભાગી ગઇ હતી. 
- બીજીબાજુ, નવા વર્ષની રાત્રે જીવલેણ બલેનો કાર ચલાવી રહેલા પાંચ લોકોએ દાવો કર્યો કે તેમને ખબર જ ના પડી કે જે સ્કૂટીને તેમને ટક્કર મારી, તેને ચલાવનારી છોકરી કારની નીચે ફંસાઇ ગઇ હતી. જોકે, નિધિએ દાવો કર્યો કે અંજલિ બૂમાબૂમ કરી રહી હતી, પરંતુ કાર ના રોકાઇ, અને તેને જાણીજોઇને તેને મારી નાંખી. 
- દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને નિધિનની સહેલીના નિવેદન પર આપતિ નોંધાવી છે, તેને કહ્યું કે, - આજે જ્યારે પોલીસે અંજલિની દોસ્તને પકડી તો તે TV પર આવીને અંજલિના વિશે ઉલ જલૂલ બકવાસ કરી રહી છે, તે છોકરી પોતાની સહેલીને રસ્તાં પર મરતી જોઇને, તેની મદદ કરવાની જગ્યાએ ઘરે ભાગી ગઇ, તેના પર કઇ રીતે વિશ્વાસ કરી શકાય છે ?
- કંઝાવાલા કાંડ પર પોલીસ પર સતત સવાલો ઉઠી રહ્યાં છે, ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં એક ચશ્મદીદે દાવો કર્યો કે તેને વિસ્તારમાં પેટ્રૉલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓને મહિલાને ઢસેડવાની સૂચના આપી હતી, પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી ના કરી.
- ફૂડ ડિલીવરી એક્ઝીક્યૂટિવ તરીકે કામ કરનારા વિકાસે બતાવ્યુ કે, 1 લી જાન્યુઆરીએ મોડી રાત્રે લગભગ 3.20 વાગ્યે જ્યારે તે કંઝાવાલા રૉડ પર ઓર્ડર આપવા જઇ રહ્યો હતો, તો તે પણ તે બલેનો કારની ઝપેટમાં આવતા રહી ગયો હતો. તેને દાવો કર્યો કે જ્યારે કાર આગળ વધી તો પાસે એક પોલીસ ચૌકી હતી. 
- અંજલિના પરિવારનું માનવુ છે કે, આ માત્ર કારનું અંજલિની સ્કૂટીથી ટકરાવવાનુ અને પછી ઢસેડવાનો મામલો નથી. પરંતુ તેની દીકરી સાથે રેપ પણ કરવામાં આવ્યો છે. જોકે, અંજલિની ઓટૉપ્સી રિપોર્ટે મામલામાં યૌન ઉત્પીડનના એન્ગલથી ઇનકાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, મોતનુ કારણ દૂર્ઘટના અને ઢસેડવાનુ હતુ.
- પોલીસ અનુસાર, આરોપીઓ પર ઇરાદાપૂર્વક હત્યા, બેદરકારીથી મોત અને ગુનાખોરીનું કાવતરુ રચવાના આરોપમાં કેસ કરવામાં આવ્યો છે. વિશેષ પોલીસ આયુક્ત (કાનૂન વ્યવસ્થા) સાગરી પ્રીત હુડ્ડાએ કહ્યું કે, પૉસ્ટમૉર્ટમના આધાર પર પાંચેય આરોપીઓની વિરુદ્ધ નવા આરોપ જોડવામાં આવી શકે છે.