દિલ્હીના એલજી વીકે સક્સેનાએ રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. LG એ આ પેમેન્ટ માટે દિલ્હીની AAP સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાનો આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા 2015ના આદેશ, દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા 2016ના આદેશ અને CCRGAના જ 2016ના આદેશને ધ્યાનમાં રાખીને આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દ્ધારા આ આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
એલજીએ મુખ્ય સચિવને આપેલા તેમના આદેશમાં એ પણ નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બર 2016 થી તમામ જાહેરાતો CCRGA ને તપાસવા અને ખાતરી કરવા માટે મોકલવામાં આવે કે શું તે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર છે કે કેમ? આવી સ્થિતિમાં, એલજીએ આ ગેરકાયદેસર સમિતિની કામગીરીમાં ખર્ચવામાં આવેલી રકમ વસૂલવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે માહિતી અને પ્રચાર નિયામક (DIP)એ તારીખ 30.03.2017 ના એક પત્ર દ્વારા દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના કન્વીનરને રાજ્યની તિજોરીમાં તાત્કાલિક રૂ. 42,26,81,265/- ચૂકવવા અને બાકીની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.. બીજી તરફ એવો આદેશ પણ આપવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધી દિલ્હી સરકારની તમામ જાહેરાતોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે.
MP Elections: મધ્યપ્રદેશમાં પણ BJP ગુજરાતવાળી કરી શકે છે, આવતા વર્ષે યોજાશે વિધાનસભાની ચૂંટણી
BJP Madhya Pradesh Election Plan: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપ (BJP) ગુજરાતની વ્યૂહરચના લાગુ કરી શકે છે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, ભાજપ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં સત્તા વિરોધી લહેરનો અંત લાવવા, નેતાઓ વચ્ચેના મતભેદોને ઉકેલવા અને મતદારોની નવી પેઢી સાથે જોડાણ વધારવા માટે વ્યાપક વ્યૂહરચના બનાવી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ નવી મંત્રી પરિષદ લાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે ભાજપના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે પાર્ટી 40 થી 45 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે