દિલ્હીના કનોટ પ્લેસમાં 2017માં શરૂ થયેલા આ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ, અબ્દુલ કલામ, પીએમ મોદી, મેરી કોમ, રોનાલ્ડો ક્રિસ્ટિયાનો, લેડી ગાગા, માઇકલ જેક્સનના વેક્સ સ્ટેચ્યુ લાગેલા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો આ પૂતળા સાથે સેલ્ફી લે છે.
કોરોના વાયરસના કારણે દેશભરમાં નાંખવામાં આવેલા લોકડાઉનની મ્યુઝિયમના કામકાજ પર પણ અસર પડી છે. લોકડાઉનના કારણે કંપનીની રેવન્યૂ ઘટી જતાં તેને ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે. સ્ટેચ્યુને જાળવી રાખવા તાપમાન, જગ્યાનું ભાડું જેવી અનેક મુશ્કેલીઓનો કંપની સામનો કરતી હતી. આ કારણે આખરે મ્યુઝિયમને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, કોરોના વાયરસના પ્રસારને રોકવા સરકારના પ્રયાસોના સમર્થનમાં દિલ્હીનું મેડમ તુષાદ મ્યુઝિયમ 20 માર્ચ 2020થી આગામી આદેશ સુધી બંધ રહેશે.
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી ખળભળાટ, જાણો કયા શહેરમાં આવ્યો કેસ
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથેની વધુ એક શાનદાર તસવીર કરી શેર, Photos
મેષ, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા ઉતાવળમાં ન કરતાં કોઈ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ