દિલ્હીના સીમાપુરી પોલીસે ચીલઝડપ કરતાં એક ચોરને ઝડપી લીધો છે, આરોપ એકલો જ સ્પોર્ટ્સ બાઇક લઇને ઘટનાને અંજામ આપતો હતો. તેની ગર્લફ્રેન્ડ જાણીતી હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર છે. આરોપી ખુદ પરણિત છે. પત્ની તથા ગર્લફ્રેન્ડ પર દર મહિને એકથી લાખ રૂપિયા ખર્ચ કરતો હતો.


પકડાયેલા આરોપીનું નામ આદિલ મલિક (ઉ.વ.27) છે. પોલીસને તેની પાસેથી પિસ્ટલ, કારતૂસ, યામાહાની સ્પોર્ટ્સ બાઇક તથા અન્ય બે બાઇક મળી આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યા મુજબ આરોપી 100 વધુ ચીલઝડપ કરી ચુક્યો છે.


પોલીસે કહ્યું છેલ્લા પાંચ છ મહિનાથી શાહદરા, ઉત્તર-પૂર્વ અને પૂર્વમાં લાલ રંગની સ્પોર્ટ્સ બાઇક લઇને એક યુવક લોકોના મોબાઇલની ચીલઝડપ કરતો હોવાના સતત કોલ મળતા હતા. અનેક જગ્યાએ આરોપી સીસીટીવી કેમેરમાં કેદ થયો હતો. ત્રણ જિલ્લાને આ અંગે એલર્ટ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેનો નાનો ભાઈ અદનાન પણ આવું કામ કરે છે. પાંચ મહિના પહેલા અદનાનની વિવેક વિહાર પોલીસે ધરપકડ કરી હતી.


ચોરીની બાઇક પર જ ઘટનાને આપતો અંજામ


પોલીસ પૂછપરછમાં આરોપી આદિલે જણાવ્યું કે, તેને લાલ રંગ ખૂબ પસંદ છે. તેની પાસે લાલ રંગની સ્કૂટી છે. તેણે ગાઝિયાબાદથી યામાહાની સ્પોર્ટ્સ બાઇક ચોરી હતી. જેના પર જ તે ઘટનાને અંજામ આપતો હતો.  આ ઉપરાંત તેને ફિટનેસનો પણ શોખ છે. તે રોજ જીટીબી એંકલેવના ડિયર પાર્કમાં પાંચ કિલોમીટર દોડ લગાવતો હતો.


જાણીતી હોસ્પિટલમાં ડોકટર અને નર્સ ગર્લફ્રેન્ડ


આરોપીને બે અલગ અલગ જાણીતી હોસ્પિટલની ડોક્ટર તથા નર્સ ગર્લફ્રેન્ડ છે. તેમને મોંઘી રેસ્ટોરંટમાં લઈ જવા, મોંઘી ગિફ્ટ આપવા દર મહિને એક થી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરતો હતો. થોડા દિવસો પહેલા જ તેણે પત્નીને દોઢ લાખ રૂપિયાનો હાર ગિફ્ટમાં આપ્યો હતો.


ચીલઝડપ કર્યા બાદ શું કરતો


પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, મહિનામાં એક થી દોઢ લાખ રૂપિયા કમાવા એક જ દિવસમાં છ થી સાત ઘટનાને અંજામ આપતો હતો. મોટાભાગે તે મોબાઇલની ચીલઝડપ કરતો હતો. મોબાઇલ લૂંટ્યા બાદ તેના ફોટા પાડીને અલગ અલગ રિસીવરને મોકલતો હતો. ફોટાની સાથે કિંમતપણ  જણાવતો હતો. દિલ્હી તથા ગાઝિયાબાદના અલગ-અલગ રિસીવર મોબાઇલ ખરીદીને તેના આઈએમઈઆઈ નંબર બદલીને વેચી દેતા હતા.