Shahbad Dairy Sakshi Murder Case : રાજધાની દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શાહિલ નામના વ્યક્તિ દ્વારા 16 વર્ષની સગીરાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ભયાનકતા એ છે કે, આરોપીએ પહેલા 16 વર્ષની સાક્ષીનીને એક પછી એક એમ ચપ્પુના 20 ઘા માર્યા હતાં અને લોહી લુહાણ કરી નાખી હતી. ત્યાર બાદ વજનદાર પથ્થરથી માથાના ભાગે એક પછી એક વાર કર્યા હતાં અને માથું છુંદી નાખ્યું હતું. 


દિલ્હી પોલીસે સાહિલની યુપીના બુલંદશહરથી ધરપકડ કરી છે. સાહિલની ધરપકડ દરમિયાન એક તસવીર સામે આવી છે, જેમાં સાહિલના હાથના કાંડે કાળો દોરો બાંધેલો જોવા મળે છે. આ તસવીર સામે આવ્યા બાદ આ મામલાને લવ જેહાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ આ ઘૃણાસ્પદ હત્યાને લવ જેહાદ સાથે જોડીને કહ્યું કે, દિલ્હીમાં દરેક ગલીમાં કેરળની સ્ટોરી બનાવવામાં આવી રહી છે.


ભાજપે લવ જેહાદને લઈને કહ્યું કે...


બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને તેને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, 'આ મોહમ્મદ સાહિલનો પુત્ર સરફરાઝ છે. આ રાક્ષસે દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ સાહિલના હાથ પર કાળો દોરો કેવી રીતે? આ લવ જેહાદ છે. આ દીકરીઓ પર સુયોજિત હુમલો છે. કોણ છે સાહિલનું માસ્ટર માઈન્ડ? અગાઉ કપિલ મિશ્રાએ આ ઘટનાને કેરળની વાર્તા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, 'ગલી-ગલી કિતની કેરળ સ્ટોરી, કિતની? ક્યાં સુધી દીકરીઓની આ રીતે બેરહેમીથી હત્યા થતી રહેશે?' બીજેપી નેતાએ કહ્યું હતું કે, દિલ્હીમાં શ્રદ્ધા સાથે પણ આવું જ થયું, તેના હત્યારાને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી.




લોકો ટ્વિટર પર પણ આપી રહ્યા છે પ્રતિક્રિયા 


ભાજપે આ ઘટનાને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે, સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાક્ષી નામના યુઝરે ટ્વિટર પર લખ્યું, 'શ્રદ્ધા સાક્ષી અને ન જાણે કેટલી છોકરીઓ દરરોજ લવ જેહાદ અને નફરતનો શિકાર બની રહી છે, જો તમારી બહેન કે પુત્રી પર આટલો બર્બર હુમલો થયો હોત તો શું આ લોકો આ રીતે ચાલશે? જાનવર ખાલી એ જ નથી, સૌકોઈ છે. આવા લોકોનો સીધો મેળાપ થવો જોઈએ. મયંક જોહરી નામના યુઝરે લખ્યું, 'દિલ્હીમાં 16 વર્ષના સાક્ષીની હત્યા, આરોપીની ઓળખ સાહિલના પુત્ર સરફરાઝ તરીકે થઈ. આ લવ જેહાદ નથી તો શું છે? ધ કેરળ સ્ટોરી આ જ છે. અને દિલ્હીના લોકો મૂક પ્રેક્ષક બની રહ્યા છે. પોલીસ દરેક ગલીમાં ન હોઈ શકે, તમે પોતે જ જવાબદાર બનો. વિકાસ શર્મા નામના અન્ય એક યુઝરે ગૃહમંત્રી અમિત શાહને આ બાબતે સંજ્ઞાન લેવાની અપીલ કરી અને કહ્યું હતું કે, 'સાવધાન બહેનો, ગરીબ લોકો શાલીનતાનો ઝભ્ભો પહેરીને ફરે છે. કાળો દોરો બાંધીને લવ જેહાદ કરવાનો તેમનો એજન્ડા ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.




ગૌતમ ગંભીરે પણ કહ્યું કે... 


આ ઘટનાને લઈને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ નિવેદન આપ્યું છે. ઘટનાનો સીસીટીવી વિડિયો જોઈને મૂક પ્રેક્ષક બનેલા લોકો પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, "જો તેમની બહેન કે પુત્રી પર આટલો બર્બર હુમલો થયો હોય તો પણ શું આ લોકો આમ જ ચાલી નિકળત? જાનવર માત્રે એ જ નથી, આપણ સૌકોઈ છીએ."


'અભણ પણ આટલો ક્રૂર ન હોઈ શકે'


આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગ રેખા શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, એક અભણ વ્યક્તિ પણ એટલો ક્રૂર ન હોઈ શકે કે કોઈને આટલી નિર્દયતાથી મારી નાખે. સમાજની વિચારસરણીમાં ઘણી ઉણપ છે, તેના પર કામ કરવાની જરૂર છે. તે જે રીતે સામાજિક વાતાવરણમાં ઉછર્યો હતો, તે જ રીતે તેની વિચારસરણી પણ હતી. આજના સમાજની સ્થિતિ વિચારપ્રેરક છે, પરિવારોએ વિચારવું જોઈએ કે તેમના છોકરાઓને કેવી રીતે ઉછેરવા જેથી તેઓ કોઈની હત્યા ન કરે.