પ્રદૂષણઃ EPCAના આદેશ બાદ દિલ્હી-NCRમાં 15 નવેમ્બર સુધી બંધ રહેશે તમામ સ્કૂલ
abpasmita.in | 13 Nov 2019 10:58 PM (IST)
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી દિલ્હીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલને 15 નવેમ્બર સુધી બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ખતરનાક પ્રદૂષણને જોતા તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ 15 નવેમ્બર સુધી બંધ રહેશે. નોંધનીય છે કે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ઓથોરિટીએ તમામ દિલ્હી-એનસીઆરમાં જીવલેણ પ્રદૂષણને જોતા સ્કૂલ બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી દિલ્હીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલને 15 નવેમ્બર સુધી બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. ગૌતમબુદ્ધ નગરના ડીએમએ જિલ્લામાં ધોરણ 12મા સુધીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ કરવાનો આદેશ આપ્યો હતો. તે સિવાય ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સ્કૂલ 14-15 બંધ રહેશે. રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણ હજુ પણ ખતરનાક સ્તર પર છે. જેને જોતા EPCAએ બુધવારે દિલ્હી એનસીઆરની સ્કૂલ આગામી બે દિવસો એટલે કે 15 નવેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઇપીસીએ દિલ્હી એનસીઆરમાં 15 નવેમ્બર સુધી હોટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર સુધી નિર્માણ કાર્ય અને તોડફોડ પર પ્રતિબંધ લગાવ્યો હતો.