Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે  "જે દિવસે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તે જ દિવસે કેન્દ્ર સરકારે વિચાર્યું હતું કે વટહુકમ લાવીને તેને નાબૂદ કરી દેવામાં આવશે. તેઓ કોર્ટ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. પહેલા વટહુકમ કેમ ના લાવ્યા ?  તેઓ જાણતા હતા કે તે ગેરબંધારણીય વટહુકમ છે".






કેજરીવાલે કહ્યું હતું કે "આ લોકો એ પણ જાણે છે કે આ વટહુકમ કોર્ટમાં 5 મિનિટ પણ નહીં ચાલે. આ દિલ્હીની જનતા અને લોકશાહીની ગંદી મજાક છે. એવું લાગે છે કે કેન્દ્ર સરકાર સીધો સુપ્રીમ કોર્ટને પડકાર ફેંકી રહી છે કે તમે કોઇ પણ આદેશ આપો અમે વટહુકમ લાવીને તેને ઉલટાવીશું. તે એક પડકાર છે કે જો તમે ભાજપ સિવાય કોઈપણ પક્ષ પસંદ કરો છો તો અમે તેને કામ કરવા દઈશું નહીં."






બિલને રાજ્યસભામાંથી પસાર થવા દો નહીં - અરવિંદ કેજરીવાલ


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું. ભાજપના કટ્ટર સમર્થકો પણ અમને ફોન કરીને કહી રહ્યા છે કે વડાપ્રધાને આ બરાબર કર્યું નથી. બીજી તરફ, સંસદમાં બિલ પાસ થવા અંગે દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેને રાજ્યસભામાં કોઈપણ કિંમતે પસાર થવા દેવું જોઈએ નહીં. આ માટે હું તમામ વિરોધ પક્ષોના નેતાઓને અપીલ કરીશ. કાયદાનું રૂપ ધારણ કર્યા પછી પણ તે કોર્ટમાં ટકી શકશે નહીં.






દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હું દિલ્હીના લોકોની વચ્ચે જઈશ અને દિલ્હીમાં એક મોટી રેલીનું આયોજન કરીશ. જે રીતે જનતાની પ્રતિક્રિયા આવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાંથી એક પણ બેઠક નહીં મળે. હું વિપક્ષના દળોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે આ બિલ રાજ્યસભામાં આવે તો તેઓ તેને પસાર થવા ન દે. હું દરેક પાર્ટીના નેતાઓને મળીશ અને તેમનું સમર્થન માંગીશ.






અરવિંદ કેજરીવાલે 2000 રૂપિયાની નોટ પર કરવામાં આવેલા ફેરફાર વિશે કહ્યું, "હું વારંવાર કહેતો હતો કે સરકારને શિક્ષિત હોવું જોઇએ. દેશને લાઇનમાં ઉભો રાખે છે.