Delhi AAP MLA Meeting: દિલ્હીમાં AAP સરકારના બે મંત્રીઓ (મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન)ના રાજીનામા બાદ રાજકીય હલચલ વધી ગઈ છે. બુધવારે (1 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યોની બેઠક બાદ અરવિંદ કેજરીવાલ તેમના નિવાસસ્થાનેથી વિધાનસભા જવા રવાના થયા હતા. જ્યાં તેમણે તમામ કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી. જાણો આ રાજકીય વિકાસ સાથે જોડાયેલી મોટી બાબતો.



  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના કેમ્પ ઓફિસમાં AAP ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી AAPના તમામ કાઉન્સિલરોને પણ મળ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બંને મંત્રીઓએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન મોદીએ તેમને જેલમાં ધકેલી દીધા. વડાપ્રધાન ઈચ્છે છે કે દિલ્હીમાં સારા કામો બંધ થઈ જાય. જેમ ઈન્દિરા ગાંધીએ એક સમયે ઘણું કર્યું હતું તેમ આજે વડા પ્રધાને પણ ઘણું કર્યું છે.

  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દારૂની નીતિમાં કોઈ કૌભાંડ નથી, તે નકલી છે. અમે જે કામ કરી રહ્યા છીએ તે પીએમ નથી કરી શકતા. કેજરીવાલ અને AAPની સરકારને રોકવામાં આવી રહી છે. દિલ્હીનું કામ અટકશે નહીં. અમે બંને મંત્રીઓને બદલી નાખ્યા. સૌરભ અને આતિશી શિક્ષિત લોકો છે. બમણી ઝડપે સારું કામ કરશે. પહેલા જો તમે 80 ની સ્પીડ થી કામ કરતા હતા તો હવે 150 ની સ્પીડ થી કામ કરશો.

  • મનીષ સિસોદીયાએ જો શિક્ષણમાં સારું કામ ન કર્યું હોય તો શું મોદી તેમની ધરપકડ કરત ? સત્યેન્દ્ર જૈનને પણ સારું કામ કરતાં રોકવામાં આવ્યા. જો સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાય તો સારા કેસ ખતમ થઈ જાય અને કાલે બંને બહાર આવી જાય. જ્યારથી પંજાબ જીત્યા છીએ ત્યારથી આ લોકોથી સહન થતું નથી. આપને રોકવા માંગે છે.

  • મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું હતું. સીબીઆઈએ નીતિ લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચારના સિલસિલામાં રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. જ્યારે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ઈડી તરફથી દાખલ મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં છે.

  • બંને મંત્રીઓના રાજીનામા બાદ આપ સરકારમાં હલચલ મચી ગઈ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં નિમણૂક માટે આમ આદમી પાર્ટીએ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ ઉપરાજયપાલને મોકલ્યા છે.