નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પર પડી રહેલી અસરને જોતા દિલ્હી સરકારે વધુ એક મોટો ફેંસલો લીધો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં પેટ્રોલ 1.67 રૂપિયા અને ડીઝલ 7.10 રૂપિયા મોંઘું થઈ ગયું છે.

મંગળવારે રાજ્ય સરકાર પેટ્રોલ પર વેટ વધારીને 27 ટકાથી 30 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ડીઝલ પર 16.77 ટકાથી વધારી 30 ટકા કરી દેવામાં આવ્યો છે.

આ ફેંસલા બાદ દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું, મુશ્કેલ સમયમાં કડક ફેંસલો લેવો પડે છે. નાણા મંત્રી તરીકે હું આ શીખ્યો છું. જિંદગી હંમેશા શાનદાર રહેતી નથી.



આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ 69.29 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

સોમવારે  દિલ્હીમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. જે બાદ સાંજે દિલ્હી સરકારે દારૂ પર 70 ટકા કોવિડ સેસ લગાવી દીધો હતો, જેનાથી દારૂની કિંમતમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે.