દિલ્હી પોલીસ સૂત્રો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી તબ્લીગી જમાતમાં સામેલ થયેલા 700 વિદેશીઓના પાસપોર્ટ અને યાત્રા સંબંધિત અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે, પોલીસના ઉચ્ચ અધિકારી અનુસાર, તેમાંથી મોટાભાગનાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા અને અન્ય સ્થળેથી ઝડપાયા હતા. આ લોકોને વિઝા શેના આધાર પર મળ્યા અને વીઝા માટે કોઈકે મદદ કરી હતી કે નહીં તેની તાપસ કરી કરવામાં આવી રહી છે. સાથે પોલીસ જમાતીઓને ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરી રહી છે કે ભારતમાં આવ્યા બાદ ક્યાં ક્યાં ગયા હતા.
દિલ્હી પોલીસે આ મામેલ વિવિધ આપરાધિક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં તબ્લીગી જમાતના વડા મૌલાના મોહમ્મદ સાદ અને તેના અન્ય સહયોગીને આરોપી બનાવવામાં આવ્યા છે. મૌલાના સાદને દિલ્હી પોલીસે જાણકારી આપવા માટે અનેક નોટિસ આપી છે પરંતુ અત્યા સુધી હાજર થવા માટે કોઈ નોટિસ આપી નથી.
દિલ્હી પોલીસ આ મામલે અત્યાર સુધી મૌલાના સાદ સાથે પૂછપરછ કરી શકી નથી. જ્યારે બીજી તરફ ઈડીએ પણ મૌલાના સાદ સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. જેના મામલે પૂછપરછ ચાલી રહી છે.