Tajinder Bagga Arrest: પંજાબ પોલીસ ખાલી હાથ પરત ફરી, દિલ્હી પોલીસ જિંદર બગ્ગાને સાથે લઈ ગઈ
પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાની ધરપકડ બાદ રાજકીય વિવાદ શરૂ થઇ ગયો છે
પંજાબ સરકાર દ્વારા માગ કરવામાં આવી હતી કે બગ્ગાને દિલ્હી ન લઈ જઈને હરિયાણામાં રાખવામાં આવે. પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારની માગને ફગાવી દીધી હતી. દિલ્હી પોલીસ બગ્ગાને લઈને રાજધાની પહોંચી ગઈ છે.
દિલ્હીથી તજિંદર બગ્ગાની ધરપકડ કરનારી પંજાબ પોલીસના કાફલાને હરિયાણાના કુરુક્ષેત્રમાં રોકવામાં આવ્યો છે. તો બીજી તરફ તેઓ હવે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ગયા છે. બીજેપી નેતા તજિન્દર બગ્ગાને લઈ જઈ રહેલા પંજાબ પોલીસ કાફલાને હરિયાણામાં રોકી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તજિંદર બગ્ગાને દિલ્હી પરત લાવવામાં આવી શકે છે.
કુમાર વિશ્વાસે પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાની ધરપકડને લઈને પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું છે. કુમાર વિશ્વાસે કહ્યુ હતું કે ભગવંત માનને તેમની પાઘડીનું સન્માન કરવું જોઈએ. કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને તજિંદર પાલ બગ્ગાની ધરપકડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
બીજેપી નેતા તજિન્દર સિંહ બગ્ગાની ધરપકડ બાદ રાજકીય હલચલ પેદા થઇ છે. જેના કારણે બે રાજ્યોની પોલીસ સામસામે આવી ગઈ છે. તજિંદર બગ્ગાને લઈ જઈ રહેલા પંજાબ પોલીસના વાહનને હરિયાણાના કુરુક્ષેત્રમાં રોકવામાં આવ્યું છે. બગ્ગા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાની ધરપકડ બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ધરપકડ કરવા આવેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાની ધરપકડ બાદ રાજકીય વિવાદ શરૂ થઇ ગયો છે. બગ્ગાની ધરપકડ કરવા આવેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે.
બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. બગ્ગા વિરુદ્ધ 1 એપ્રિલે FIR નોંધવામાં આવી છે. તેના પર ઉશ્કેરણીજનક નિવેદનો આપવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -