નવી દિલ્હીઃ તબલીગી જમાત મામલે દિલ્હી પોલીસ આજે લગભગ 15 દેશોના 83 નાગરિકો વિરુદ્ધ 20 ચાર્જશીટ દાખલ કરશે, આ ચાર્જશીટ દિલ્હીની સાકેટ કોર્ટમાં દાખલ કરાશે, અને બધી ચાર્જશીટ વિદેશી અધિનિયમ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીઓ જણાવ્યુ કે જે દેશોના નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ થવાની છે, તેમાં સાઉદી આરબ, ચીન, અમેરિાકા, યૂક્રેન, ફિલિપાઇન્સ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આફઘાનિસ્તાન, રશિયા, મોરોક્કો, ફાન્સ, ઇજિપ્ત, મલેશિયા, ટ્યૂનિશિયા અને જોર્ડનના નાગરિકો સામેલ છે.
આ બધા નાગરિકો વિરુદ્ધ વિદેશી અધિનિયમ એક્ટ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. આ બધા પર વિઝા શરતોનુ ઉલ્લંઘનનો આરોપ છે. આ બધા નાગિરકો તબલીગી જમાતમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા.
આરોપ એવો છે આ લોકોએ આ દરમિયાન વિઝા શરતોનુ ઉલ્લંઘન કર્યુ અને સાચી માહિતી સરકારને આપી ન હતી. બાદમાં આ તમામ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં આ લોકો સાથે પુછપરછ કરવામાં આવી હતી, અને પુછપરછમાં પણ કેટલાય લોકોએ માન્યુ કે આ લોકોએ સરકારને જે જાણકારી આપી હતી તે સાચી ન હતી.
ઉલ્લેખનીય છે કે તબલીગી મરકજના મુખ્યલાયમાં અનેક વિદેશી નાગરિકો આવ્યા હતા, અને કેટલાય લોકો ભારતમાં જુદીજુદી જગ્યાઓ પર જતા રહ્યાં છે. આરોપ એ પણ છે કે આમાંથી કેટલાય લોકો પૉઝિટીવ નીકળ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસે તબલીગી જમાતના મુખીયા મૌલાના સાદ અને તેમના સહયોગીઓ પર કેસ દાખલ કર્યો છે.
તબલીગી જમાત મામલોઃ દિલ્હી પોલીસ આજે દાખલ કરશે 15 દેશોના 83 નાગરિકો વિરુદ્ધ 20 ચાર્જશીટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 01:55 PM (IST)
આ બધા નાગરિકો વિરુદ્ધ વિદેશી અધિનિયમ એક્ટ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. આ બધા પર વિઝા શરતોનુ ઉલ્લંઘનનો આરોપ છે. આ બધા નાગિરકો તબલીગી જમાતમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -