નવી દિલ્હીઃ પ્રદુષણથી નિપટવા માટે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓડ-ઇવન સિસ્ટમનો આજે બીજો દિવસ છે. આ અંતર્ગત જે ગાડીઓના નંબરમા છેલ્લો ડિજીટ ઓડ હશે, આજે માત્ર તે જ ગાડીઓ રૉડ પર દોડી શકશે.
સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નિયમ લાગુ થશે. વળી, આ યોજનાના પહેલા દિવસે રાજધાની દિલ્હીમાં 233 લોકોને મેમા આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, દિલ્હીમાં લાગુ કરવામાં આવેલી ઓડ-ઇવનનો આ ત્રીજો કાર્યકાળ છે, અને પહેલા દિવસે સફળ રહ્યું છે. રૉડ પર 15 લાખ ગાડીઓ ઓછી દેખાઇ. આ યોજના અંતર્ગત બીજેપી નેતા વિજય ગોયલ સહિત 233 લોકોના મેમા ફાડવામાં આવ્યા હતા. વિજય ગોયલે ઓડ નંબર વાળી એસયુવી ચલાવીને સોમવારે ઓડ-ઇવન નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતુ.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, સોમવારે વાયુ ગુણવત્તા સૂચકાંક 416 રહ્યો, જે હાલ પણ ગંભીર શ્રેણીમાં છે. એક્યૂઆઇ 0-50ની વચ્ચે સારો 51-100 ની વચ્ચે સંતોષકારક, 101-200 ની વચ્ચે મધ્યમ, 201-300 ની વચ્ચે ખરાબ, 301-400 ની વચ્ચે અત્યંત ખરાબ, 401-500 ની વચ્ચે ગંભીર અને 500 ને પાર થાય તો એકદમ ગંભીર માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યુ છે, લોકોના શ્વાસમાં ઝેર જઇ રહ્યુ છે.
દિલ્હીની સ્થિતિ હજુ પણ ગંભીર, આજે માત્ર ઓડ નંબરની ગાડીઓ દોડશે, પહેલા દિવસે 233 લોકોને મેમા
abpasmita.in
Updated at:
05 Nov 2019 07:42 AM (IST)
સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નિયમ લાગુ થશે. વળી, આ યોજનાના પહેલા દિવસે રાજધાની દિલ્હીમાં 233 લોકોને મેમા આપવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -