અવકાશ વિભાગની જવાબદારી સંભાળી રહેલા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, પ્રથમ તબક્કાનું અવરોણ ચંદ્રથી 30 થી 7.4 કિલોમીટર દૂર કરવામાં આવ્યું હતું અને તે સમયે યાનના લેંડરની ઝડપ 1683 મીટરથી ઘટીને 146 પ્રતિ સેકન્ડ થઈ ગઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે, લેન્ડિંગના બીજા તબક્કા દરમિયાન આ ઝડપ પહેલા ડિઝાઈન કરેલ વેલ્યૂ કરતા પણ વધારે હતી. જેના કારણે વિક્રમનું 500 મીટરના ગાળામાં જ હાર્ડ લેન્ડિંગ થયુ. જોકે ટેક્નોલોજીના બાકીના કમ્પોનેંટ, લોન્ચ, ઓર્બિટર ક્રિટિકલ મનુવર, લેંડર સેપરેશન, ડી-બૂસ્ટ અને રફ બ્રેકિંગ ફેઝ સફળતાપૂર્વક પાર પડ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક ઉદ્દેશ્હ્ય માટે ઓર્બિટર તમામ આઠ સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણ ડિઝાઈન પ્રમાણે કામ કરી રહ્યાં છે અને મહત્વનો ડેટા પુરો પાડી રહ્યાં છે. સટીક લોંચ અને ઓર્બિટરની કુશળતાના કારણે ઓર્બિટરની મિશન લાઈફ 1 વર્ષના બદલે સાડા 7 વર્ષ થઈ ગઈ છે તેમ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.