કેજરીવાલ કેબિનેટના મંત્રીઓ દ્વારા આજે ચાર્જ સંભાળવામાં આવ્યા બાદ તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આ વખતે તેમની પાસે એક પણ વિભાગ રાખ્યો નથી. સત્યેન્દ્ર જૈનને દિલ્હી જળ બોર્ડની જવાબદાર સોંપવામાં આવી છે.
મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી રહેશે. તેમની પાસે શિક્ષણ, ફાયનાન્સ, આયોજન, જમીન અને મકાન, વિજિલન્સ, ટૂરિઝમ સર્વિસ, આર્ટ, કલ્ચર અને ભાષા વિભાગ રહેશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મનીષ સિસોદિયાના બદલે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપવામાં આયું છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગહલોતના સ્થાને ગોપાલ રાય સંભાળશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠકો પૈકી આમ આદમી પાર્ટીને 62 અને ભાજપને 8 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત ખાતું ખોલાવી શકી નહોતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 અને ભાજપને માત્ર 3 સીટ મળી હતી.
ઝારખંડમાં 14 વર્ષ બાદ બાબુલાલ મરાંડીની BJPમાં ઘરવાપસી, અમિત શાહે ફૂલહાર પહેરાવી પક્ષમાં કર્યા સામેલ