નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મજલિસ-એઈત્તેહાદુલ મિસ્લિમીન (AIMIM) પ્રમુખ અને હૈદ્રાબાદના સાંસદ અસુદુદ્દીન ઓવૈસીને પીએમ કાર્યાલયને ટેગ કરતાં ભારતના બંધારણની પ્રસ્તાવના ટ્વીટ કરી. ઓવૈસીએ આ ટ્વીટ કાશી મહાકાલ એક્સપ્રેસની એક સીટને મંદિર તરીકે આપ્યા બાદ કરી છે. મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ લગાવવામાં આવી છે. ત્યાર બાદ બર્થમાં ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવી.


પીએમ મોદીએ રવિવારે વારાણસીથી કાશી મહાકાલ એક્સપ્રેસને રવાના કરી. તેમાં એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખવામાં આવી છે. આ એક્સપ્રેસ બે રાજ્યના ત્રણ જ્યોતિર્લિંગની યાત્રા કરશે. ટ્રેનમાં ભગવાન શિવ માટે સીટ રિઝર્વ રાખવાના નવા વિચર બાદ રેલવે પ્રશાસન તેના પર વિચાર કરી રહી છે કે ટ્રેનમાં કાયમી ધોરણે ‘ભોલે બાબા’ માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવે. આ ટ્રેન ઇન્દોરના નજીક ઓંકારેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અને વારાણસીમાં કાશી વિશ્વનાથને જોડશે.

ઉત્તર રેલવે માટે પ્રવક્તા દીપક કુમારે  જણાવ્યું કે બી5 કોચની 64 નંબરની સીટ ભગવાન માટે ખાલી રાખવામાં આવી છે. રેલવે આઈઆરસીટીસી સંચાલિત ત્રીજી સેવા શરૂ કરી છે. આ ટ્રેન ઉત્તર પ્રેદશના વારાણસીથી મધ્ય પ્રદેશના ઇન્દોર સુધી જશે. કુમારે કહ્યું, “આવું પ્રથમ વખત થયું છે જ્યારે એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખવામાં આવી હોય.” તેમણે કહ્યું, “સીટ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેથી લોકો એ વાતથી અવગત થાય કે આ સીટ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ માટે છે.”


કુમારે કહ્યું કે, તેને કાયમી ધોરણે કરવા પર વિચાર થઈ રહ્યો છે. વારાણસીથી ઇન્દોરની વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત ચાલનારી આ ટ્રેનમાં ભક્તિભાવવાળા ઓછા અવાજવાળું સંગીત વાગશે અને દરેક કોચમાં બે ગાર્ડ હશે અને પ્રવાસીઓને શાકાહારી ખાવાનું પીરસવામાં આવશે.