નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પડી રહેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આગામી બે દિવસ સુધી ભારે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. મુશળધાર વરસાદના કારણે દિલ્હીના મિંટો રોડ વિસ્તારના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી DTCની બસ પાણીમાં બંધ ગઈ હતી અને બે ઓટો પણ પાણીમાં ફસાઈ ગઈ હતી.



બસમાં કોઈ મુસાફરો નહોતા. માત્ર ડ્રાઇવર અને કંડકટર જ હતા. જેમને સીડી લગાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોનસૂન ઉત્તર તરફ આગળ વધશે અને આગામી 3-4 દિવસ સુધી સ્થિર રહેશે. 19 થી 21 જુલાઈ સુધી દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.



વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના છ પ્રકારની કરી ઓળખ, જાણો કેવા હોય છે લક્ષણ