નવી દિલ્હીઃ દેશના રાજધાનીમાં કોરોનાનો કેર ભયાનક રીતે વધી રહ્યો છે. શુક્રવારે નવા કેસોની આંકડાએ જુના કેસોના બધાજ રેકોર્ડ તોડી નાંખ્યા. સત્તાવાર આંકડા પ્રમાણે, શુક્રવારે દિલ્હીમાં 2137 લોકો પૉઝિટીવ નીકળ્યા. આની સાથે જ દિલ્હીમાં કૉવિડ-19 દર્દીઓની સંખ્યા 36,824 થઇ ગઇ છે.
છેલ્લા 15 દિવસના આંકડા જોઇએ તો દિલ્હી અને ચેન્નાઇમાં મુંબઇથી બેગણી સ્પીડથી કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. વળી, દિલ્હીમાં અમદાવાદથી ત્રણ ગણી સ્પીડથી દર્દીઓ વધી રહ્યાં છે. દેશના ચાર મહાનાગરોનુ એનાલિસિસ બતાવે છે કે ત્યાં પરિસ્થિતિ કેટલીક ખરાબ છે. ચારેયને ભેગા કરી દઇએ તો દેશના 44 ટકા કોરોના કેસો અહીં જ છે.
11 જૂન સુધી દેમાં કૉવિડ-19થી જેટલા મોત થયા છે, તેમાંથી 43 ટકા આ ચાર મહાનગરોમાં જ થઇ છે. મુંબઇમાં કોરોનાના 54 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. ત્યાં રોજ 1000થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જોકે ઇન્ફેક્શન રેટ ચેન્નાઇ અને મુંબઇમાં ઝડપથી વધી રહ્યો છે.
29મેના આંકડા પ્રમાણે ચેન્નાઇ 105 ટકા તો દિલ્હીમાં 100 ટકા દર્દીઓ વધી રહ્યાં છે. જ્યારે મુંબઇમાં 29 મેની સરખામણીમાં 52 ટકા કેસ વધ્યા છે. આખા દેશમાં છેંલ્લા બે અઠવાડિયા દરમિયાન કેસોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંકટ બેકાતુ થતો હોવાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કૉવિડને લઇને ખાસ બેઠક પણ બોલાવી છે.
દિલ્હીમાં કોરોનાના કેસ બેગણી સ્પીડથી વધ્યા, પહેલીવાર એક જ દિવસમાં નોંધાયા 2100 નવા દર્દીઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2020 09:47 AM (IST)
છેલ્લા 15 દિવસના આંકડા જોઇએ તો દિલ્હી અને ચેન્નાઇમાં મુંબઇથી બેગણી સ્પીડથી કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. વળી, દિલ્હીમાં અમદાવાદથી ત્રણ ગણી સ્પીડથી દર્દીઓ વધી રહ્યાં છે. દેશના ચાર મહાનાગરોનુ એનાલિસિસ બતાવે છે કે ત્યાં પરિસ્થિતિ કેટલીક ખરાબ છે. ચારેયને ભેગા કરી દઇએ તો દેશના 44 ટકા કોરોના કેસો અહીં જ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -