નવી દિલ્લી:  રાજધાની દિલ્લીમાં રવિવારે કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 94 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 7 લોકોએ કોરોનાના કારણે જીવ ગૂમાવ્યો છે.આજે દિલ્લીમાં સંક્રમણનો દર 0.13 નોંઘાયો.


આ પહેલા શનિવારે દિલ્લીમાં 86 કેસ  સામે આવ્યાં અને પાંચ લોકોના મોત થઇ ગયા હતા. દિલ્લીમાં કોરોના સંક્રમણનો દર 0.11 પર હતો. છેલ્લા  24 કલાકમાં 106 લોકો કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ થઇને ઘરે ગયા.


દિલ્લીમાં આ નવા કેસની સાથે હવે કોરોના સંક્રમણની ઝપેટમાં આવનાર લોકોની કુલ સંખ્યા 14 લાખ 34 હજાર 554  પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 106 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. રિકવરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના બાદ  સાજા થનારની સંખ્યા 14 લાખ 8 હજાર 567 પર પહોંચી છે. 


દિલ્લીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારનો આંકડો 24,995 પર પહોંચ્યો છે. જો કે રાહતની વાત એ છે કે,  હાલ દિલ્લીમાં કોરોનાના માત્ર 992 એક્ટિવ કેસ છે એટલે કે હજું દિલ્લીમા આટલા લોકો કોરોના સંક્રમિત છે. 


છેલ્લા 24 કલાકમાં કેટલા ટેસ્ટ થયા
રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકની અંદર 75,133 લોકોના ટેસ્ટ થયા. તેમાંથી 52,856 આરટી પીસીઆર ટેસ્ટ, જ્યારે 22,227 રેપિડ એન્ટીજેન  ટેસ્ટ કરવામાં આવ્યાં. દિલ્લીમાં હવે  મૃત્યુ દર 1.74 ટકા આવી ગયો છે. 


અનલોક-6માં શું રહેશે ખુલ્લુ
અનલોક પાર્ટ 6 હેઠળ દિલ્લીમાં સોમવારથી સ્ટેડિયમ,સ્પોર્ટસ કોમ્પેલેક્સ દર્શક વિના ખૂલશે, આ પહેલા દિલ્લીમાં સ્ટેડિયમ અને કોમ્પલેક્સ ખોલવાની ઇજ્જાત ન હતી. જો કે સ્પોર્ટસ્ કોમ્પલેક્સ એ ખેલાડીઓ માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. જે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. આ ખેલાડીની પ્રેકટિસ માટે દર્શકો વિના સ્ટેડિયમ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવાની મંજૂરી અપાઇ છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 52,299 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 955 સંક્રમિતોના મોત થયા હતા.    


 દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 12 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 38 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.