નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. દિલ્હી સરકારના સરદાર પટેલ હૉસ્પીટલમાં એક ડૉક્ટરને પૉઝિટીવ આવતા અફડાતફડી મચી ગઇ હતી. ડૉક્ટરના પૉઝિટીવ આવતા અહીંથી કેન્સર હૉસ્પીટલને તાત્કાલિક ધોરણે બંધ કરવામા આવી હતી. અહીં હજારોની સંખ્યામાં દર્દીઓ પણ હાજર છે.

આ પહેલા કેન્સર ઇન્સ્ટીટ્યૂટ એન્ડ હૉસ્પીટલમાં એક ડૉક્ટર કોરોના સંક્રમિત હોવાથી અહીં હૉસ્પીટલની ઓપીડી બંધ કરી દેવામાં આવી હતી, જોકે વૉર્ડ હજુ પણ ચાલુ જ છે.



હૉસ્પીટલીની અંદર હજુ પણ 60 લોકો ફસાયેલા છે. સુત્રોનુ કહેવુ છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ કે ટેસ્ટ કરાવવાનો પ્રૉટોકોલ નથી. આ બધા કેન્સરના દર્દીઓ છે, હાલ આમનો જીવ જોખમમાં છે.

રાજધાની દિલ્હીમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, અત્યારે આ આંકડો 120ને પાર પહોંચી ગયો છે.