નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ બેકાબૂ થઇ ગઇ છે. અનેક વિસ્તારોમાં હવા ઝેરી થઇ ગઇ છે. એક્યૂઆઇ 500 થી 700 વચ્ચે પહોંચી ગઇ છે જેને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ વચ્ચે દિલ્હી સરકારે તમામ સ્કૂલોને 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પરાલીના વધતા ધૂમાડાના કારણે પ્રદૂષણનું સ્તર ખૂબ વધી ગયું છે. એટલા માટે સરકારે નિર્ણય કર્યો છે કે દિલ્હીમાં તમામ સ્કૂલ પાંચ નવેમ્બર સુધી બંધ રહેશે.
આ સાથે જ પ્રદૂષણના કારણે ઇપીસીએએ દિલ્હી એનસીઆરમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. નિર્માણ કાર્ય પર પુરી રીતે રોક લગાવી દેવાઇ છે. ઇપીસીએ સુપ્રીમ કોર્ટની કમિટી છે. નિર્માણકાર્ય પર પ્રતિબંધ પાંચ નવેમ્બર સુધી ચાલુ રહેશે. ઇપીસીએ અધ્યક્ષ ભૂરેલાલે આ સંબંધમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરીને એક પત્ર લખ્યો છે.
વધતા પ્રદૂષણને કારણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાત્રે આઠ વાગ્યે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. બેઠકમાં ચીફ સેક્રેટરી સહિત અનેક વરિષ્ઠ અધિકારી હાજર રહેશે.
EPCAએ દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી, પાંચ નવેમ્બર સુધી તમામ સ્કૂલ બંધ રહેશે
abpasmita.in
Updated at:
01 Nov 2019 05:01 PM (IST)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પરાલીના વધતા ધૂમાડાના કારણે પ્રદૂષણનું સ્તર ખૂબ વધી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -