લખનઉઃ ઉત્તરપ્રદેશ 2017માં વિધાનસભા ચુંટણી પહેલા 'મુસ્લીમ કાર્ડ' ઉપર દામ રમતા સમાજવાદી પાર્ટીની મુખ્યા મુલાયમ સિંહ યાદવે આજે કહ્યું હતું કે, બીજેપીએ અયોધ્યામાં મસ્જિદના વિવાદિત ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસલમાનોએ સપાની સરકાર બનાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સરકાર એક વાર ફરી ભારે બહુમતી સાથે સપાની સરકાર બનાવશે.

મુલાયમે જણાવ્યું હતું કે, "મહિલાઓ અને મુસલમાનોને પાર્ટીમાં વધુમાત્રામાં જોડવાના છે. મુસલમાન અમારી વિરુદ્ધ નથી. બીજી પાર્ટીના મુસ્લિમ નેતા પણ વિરુદ્ધ નથી બોલતા. મુસલમાન સૌથી વધુ પછાત છે, અયોધ્યામાં અમે કોઇને મરાવ્યા નથી. તો પણ અમારી વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો હતો."

લખનઉમાં ચિકનના કપડાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ચિકનના કપડા જાણીતા છે. જેને લખનઉના મુસલમાન બનાવે છે. આજે યુવાન સંકલ્પ કરીને જશે કે, ફરી સપાની સરકાર બનશે. તેમણે કહ્યું કે, હજી તમામ યુવાનોને નોકરી નથી મળી, હવે સરકાર બનશે તો તેમને રોજગારી આપવામાં આવશે. કોઇ યુવાનનો હાથ ખાલી નહી હોય.