નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના પતિ પર CPWDના બે કર્મચારીઓને ઘરમાં બંધક બનાવવાનો આરોપ લાગ્યો છે. શનિવારે બપોરે મંત્રી અનુપ્રિયા પટેલના પંડારા રોડ સ્થિત ઘર c1/29 CPWDના કર્મચારીઓએ પોતાને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે અનુપ્રિયા પટેલના પતિ આશીષે ઘરમાં ચાલી રહેલા કામને લઈને કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો અને રૂમમાં બંધ કરી દીધા હતા.
CPWDના કર્મચારીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓને ફોન કરી સમગ્ર જાણકારી આપી અને તેમને આવીને છોડાવ્યા હતા. જ્યારે બીજી બાજુ અનુપ્રિયા પટેલના પતિ આશીષે CPWDના કર્મચારીઓને બંધક બનાવવાના આરોપને નકારી દીધો હતો. તેમનું કહેવું છે કે તેઓ રૂમમાં હતા, જ્યારે કામમાં ઢીલાશ જોવા મળી તો તેમને કર્મચારીઓ સાથે વાત કરી હતી. તેમને કોઈને બંધક બનાવ્યા નથી.
CPWDના કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે 45 મિનિટ સુધી તેમને રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા. લાઈટ પણ બંધ કરી દેવામાં આવી હતી, અને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. તો બીજી બાજુ આશીષ સિંહે આરોપોની તપાસની માંગ કહી છે.