નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીની ડિગ્રીનો મામલો એક વાર ફરીથી ગરમાઈ ગયો છે. દિલ્હીની પટિપાલા હાઉસ કોર્ટના એક વકીલે દિલ્હી યૂનિવર્સિટીમાંથી આરટીઆઈ મારફતે પીએમ મોદીની ડિગ્રીની જાણકારી માંગી હતી. યુનિવર્સિટીએ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો.
આરટીઆઈ માંગનાર ઈરશાદ નામના વકીલે આ વિષયે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેંદ્ર મોદીની ડિગ્રી માટે આરટીઆઈ કરી હતી. પહેલા તો મારી અરજી પોસ્ટલ ઑર્ડરની કમીના કારણે રિઝેક્ટ કરી નાંખી હતી. જ્યારે બીજી વખત મને જવાબ આપવામાં આવ્યો નથી. અને કહેવામાં આવ્યું છે કે પ્રાઈવસીના નિયમોના કારણે તમને જવાબ આપવામાં આવશે નહીં.
તેમને કહ્યું હતું કે, આ દેશના વડાપ્રધાનની ડિગ્રીનો સવાલ છે. દેશની જનતાને જાણવું છે કે, વડાપ્રધાનની ડિગ્રી શું છે. સીઆઈસી એ પણ ઑર્ડર કર્યો છે. અમે તેમના એડમિશન લેતી વખતે જે ડૉક્યુમેંટ જમા કરાવ્યા હતા, તેની ડિટેલ્સ માંગી છે. ફી આપતી વખતની રસીદ માંગી હતી. તેમના હેંડરાઈટિંગ સાથે જોડાયેલા કાગળો માંગ્યા હતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ઈરશાદે કહ્યું કે, જ્યારે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ડિગ્રી ઉપર જવાબ મળી શકે છે તો વડાપ્રધાનની ડિગ્રી ઉપર કોઈ જવાબ કેમ નથી મળ્યો. ડીયૂએ આરટીઆઈ અને કેંદ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને માંગવામાં આવેલી જાણકારી આપવાની મનાઈ કરી છે.
જ્યારે બીજી બાજુ બીજેપીના રાજ્યસભાના સભ્ય વિજય ગોયલે આ વિશે કહ્યું છે કે, અમુક લોકોની પાસે કોઈ કામ નથી. તે વારં-વાર પીએમની ડિગ્રી માંગવા લાગે છે. જ્યારે એક વખત જવાબ આપી દીધો છે તો આ વાતથી આગળ વધી જવું જોઈએ. અમુક લોકો માત્ર રાજનીતિના લીધે આવુ કૃત્ય કરી રહ્યા છે.