નવી દિલ્લીઃ એસ્સાર ગ્રુપ સાથે જોડાયેલી ફોન ટેપિંગ મામલમાં કેન્દ્ર સરકારે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગૃહ મંત્રાલયને આ મામલે તપાસ કરીને જલ્દી રિપોર્ટ આપવા જણાવ્યું છે. 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપ પર ફોન ટેપિંગ કરવાનો આરોપ છે.


અંગ્રેજી અખબાર ઇંડિયન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપે રિલાયંસ ઇંટસ્ટ્રીઝના ઘણા મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને મંત્રીઓના ફોન ટેપ કર્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્લીના વકીલ સુરને ઉપ્પલ આ મામલાને લઇને પીએમઓને ફરિયાદ કરી હતી. જેમા તેમણે એસ્સાર ગ્રુપના પૂર્વ કર્મચારી અલ બાસિત ખાન પર ફોન ટેપિંગ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો ત્યાર બાદ પીએમઓએ તપાસના આદેશ આપ્યા હતા.