નવી દિલ્લીઃ  દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકારના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. લાભના પદમાં ફંસાયેલા 21 ધારાસભ્યો બાદ 27 વધુ ધારાસભ્યો લાભના પદમાં ફસાયા છે. ત્યારે દિલ્લીની આપ સરકાર પર સવાલ ઉઠી શકે છે.


હાલમાં ધારાસભ્યોના ભવિષ્ય પર દિલ્લીની સરકારનું ભવિષ્ય ટકેલું છે. જો કે આ મામલે મુખ્ય નેતાઓ ચુપ છે. આ મામલે વિપક્ષો આપ સરકારને ઘરવા લાગ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, આપ આ મામલે કાયદાકીય સલાહ લીધઆ બાદ જ પોતાનો પક્ષ રાખશે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 27 ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવાની અરજી ચુંટણી આયોગને મોકલી આપી છે. રાષ્ટ્રપતિએ ચુંટણી આયોગને મામલાની તપાસ કરવા જણાવ્યું હતું. આપના 27 ધારાસભ્યો લાભના પદ મામલે ફસાયેલા છે. આ ધારાસભ્યો હૉસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ પહેલા પણ પાર્ટીના 21 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવામાં આવ્યા બાદના પદનો ઉપયોગ કરવાનો મામલો ચાલી રહ્યો છે. હવે આ નવો મામલો સામે આવ્યો છે. જો કે આ 27 ધારાસભ્યોમાં સંસદીય સચિવ મામલમાં ફસાયેલા અમુક ધારાસભ્યો પણ છે.