Ghulam Nabi Azad Party Name: કોંગ્રેસમાંથી અલગ થઇ ચૂકેલા દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે હવે પોતાની નવી પાર્ટીનુ એલાન કરી દીધુ છે. તેમની નવી પાર્ટીનુ નામ ડેમૉક્રેટિક આઝાદ પાર્ટી (Democratic Azad Party) છે. પોતાની નવી પાર્ટીને લઇને ગુલામ નબી આઝાદે કહ્યું કે, લગભગ 1,500 નામ અમે ઉર્દુ, સંસ્કૃતમાં મોકલ્યા હતા, હિન્દી અને ઉર્દુનુ મિશ્રણ 'હિન્દુસ્તાની' છે. અમે ઇચ્છતા હતા કે નામ લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને સ્વતંત્ર હોય, એટલા માટે પાર્ટીનુ આ નામ નક્કી થયુ છે.
જમ્મુમાં મીડિયા સાથે વાતમાં તેમને કહ્યું કે, અમારી રાજનીતિ જાતિ કે ધર્મ પર આધારિત નહીં હોય, અમ તમામ ધર્મો અને રાજકીય પક્ષોને સન્માન આપીશું. મે કોઇ પાર્ટી કે નેતાઓ પર વ્યક્તિગત હુમલા નથી કર્યા. હું નીતિઓની નિંદા કરુ છું. આપણે રાજકીય પાર્ટીઓના નેતાઓ પર વ્યક્તિગત હુમલા કરવાથી દુર રહેવુ જોઇએ. તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત પહેલા કરવાનો હતો પરંતુ નવરાત્રિના શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું. તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીનો પોતાનો વિચાર હશે કોઈથી પ્રભાવિત થશે નહીં. આઝાદનો મતલબ છે કે સ્વતંત્ર.
નીચેથી ચૂંટણી થશે અને એક હાથમાં તાકાત નહીં રહે અને જે આપણું બંધારણ હશે તેમાં જોગવાઈ હશે પૂર્ણ લોકતંત્રના આધાર પર. આતુરતાથી જમ્મુ-કાશ્મીરના લોકો અને મીડિયાના લોકો અમારી પાર્ટીનું નામ જાણવા ઈચ્છુક હતા. જમ્મુ-કાશ્મીરની પાર્ટીનું નામ રાખવું મુશ્કેલ હોય છે.
અમે આ પાર્ટી પોતાના સાથીઓ સાથે વિચાર કરીને બનાવી છે અને આ પાર્ટી વિશે કોઈ અન્ય પાર્ટીને ખબર નથી. અમારા વિચારને કોઈ પાર્ટી પ્રભાવિત ન કરી શકે. અમારી પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે. અમારી નીતિઓ જાતિ અને ધર્મથી પ્રેરિત હશે નહીં. રાજનીતિમાં અમારી સામે બધા ધર્મોનું સન્માન અને ઇજ્જત છે. અમે દરેક પાર્ટીઓનું સન્માન કરીએ છીએ. અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી. અમારે અમારી વાત કરવાની છે અને કોઈ નેતા વિરુદ્ધ બોલવાનું નથી.