કોલકાતા: નોટબંધી પર કોલકાતા હાઈકોર્ટે ટિપ્પણી કરતા સરકારના આ નિર્ણયને સમજ્યા વગર લીધોલો નિર્ણય કહ્યો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કેંદ્રએ સાચી રીતે વિચારીને આ નિર્ણય નથી લીધો.
નોટ બદલવાને લઈને સરકાર તરફથી રોજ બદલવામાં આવતા નિયમો પર પણ ફટકાર લગાવી છે. કોર્ટેએ કહ્યું જેનાથી સાબિત થાય છે કે સરકારે હોમવર્ક કર્યા વગર આ મોટો નિર્ણય લીધો છે.
હાઈકોર્ટે જનતાને સરળતાથી પૈસા ન મળતા બેંકના કર્મચારીઓની પણ આલોચના કરી હતી.
હાઈકોર્ટે કહ્યું સરકારઆ નિર્ણય બદલી નથી શકતા પરંતું બેંક કર્મચારીઓની પ્રતિબધ્ધતા હોવી જોઈએ.
નોટબંધી પર પીઆઈએલની સુનવણી હાથ ધરતા બેંચની અધ્યક્ષતા કરી રહ્યા જસ્ટીસે કહ્યું લોકો પૈસા લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહે છે અને હોસ્પિટલમાં જરૂરી સગવડતાઓ મળતી નથી. આ નિર્ણયના કારણે બધા લોકોની જીંદગી બરબાદ થઈ રહી છે, જે બરાબર નથી.
જસ્ટીસે કહ્યું તેનો પુત્ર બીમાર છે અને તેને ડેંગ્યૂ છે, પરંતુ હોસ્પિટલ કેશમાં પૈસા નથી લઈ રહ્યું. હાલ કોર્ટે આ નિર્ણય પર કોઈ સુનવણી હાથ નથી ધરી , આ મામલે સુનવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.