નવી દિલ્લી: પ્રધાનમંત્રી મોદીએ 500 અને 1000 ની નોટબંધ થવાના કારણે એક પરિવારની મદદ કરી છે. આ પરિવાર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહે છે. જિતેંદ્ર સાહુ નામના એક વ્યક્તિની છોકરીના લગ્ન છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેની પાસે પડેલા કેટલાક રૂપિયા તે લગ્નમાં ખર્ચ કરવા માંગતો હતો પરંતુ નોટબંધીના કારણે તેનો આ વિકલ્પ પણ બંધ થઈ ગયો છે. જેના કારણે જિતેંદ્ર સાહુની દિકરી જ્યોતિ સાહુએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં જ્યોતિએ તેના પરિવારની મુશ્કેલીની વાત કરી હતી. જ્યોતિએ 9 નવેંબરના પ્રધાનમંત્રીને પત્ર  લખ્યો હતો. પરંતુ નવ દિવસ બાદ જે થયું જેના કારણે જ્યોતિની સાથે તેનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. જિલ્લાના એક અધિકારી આવ્યા અને તેમણે જિતેંદ્ર સાહુને 20 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. જિલ્લા અધિકારીએ જાણકારી આપી કે આ પૈસા પીએમ મોદીએ જ્યોતિનો પત્ર વાંચીને મોકલાવ્યા છે.

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ 8 નવેંબરની રાત્રે નોટબંધીનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું 30 ડિસેમ્બરથી 500 અને 1000 ની નોટ ચલણથી દૂર થશે. જેના કારણે બેંકો અને એટીએમની બહાર લાઈનો લાગેલી છે. સરકાર દ્વારા સમય-સમય પર નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના કારણે ખાસ કોઈ ફાયદો થતો નથી જોવા મળી રહ્યો.