નવી દિલ્લીઃ લોકસભા-રાજ્યસભા સચિવાલયે સ્ટેટ બેંક ઑફ ઇંડિયાને અનુરોધ કર્યો છે કે, સચિવાલયમાં કામ કરનાર સ્ટાફને સેલેરી આપવા માટે 5 કરોડ રૂપિયા કેશ આપવા માટે તૈયાર રાખવા. જેથી કરીને 21 નવેંબર સુધીમાં સચિવાલયોમાં કામ કરનાર લોકોને કેશમાં સેલેરી આપી શકાય. નોટબંધીના લીધે લોકસભા અને રાજ્યસભા તમામ કર્મચારીઓ લાઇનથી બચવા માટે કેશમાં સેલેરી ઇચ્છી રહ્યા છે.
4,000 કર્ચમારીઓને એસબીઆઇના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રા એ વાતની પુષ્ટી કરી છે. તેમણે આના માટે રિજર્વ બેંક ઑફ ઇંડિયાને એસબીઆઇને નિર્દેશ આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, અમે લોકસભા અને રાજ્યસભાના કાર્યાલયમાં શુક્રવારે અનુરોધ કરવામાં આવ્યો છે કે, 21 નવેંબર સુધીમાં 5 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કરવામાં આવે. જેથી કરીને સચિવાલયમાં કામ કરનાર વર્ગ 3 ના 4,000 કર્મચારીઓને સેલેરિમાંથી 10,000 રૂપિયા એડવાંસ કેશ આપી શકાય. આ મામલે તેના સીનિયર અને આરબીઆઇને જાણકારી આપી દીધી છે.
સરકારે આ પહેલા જાહેરાત કરી હતી કે, કેંદ્રના વર્ગ 3 ના કર્માચારીઓને 10,000 રૂપિયા રોકડમાં સેલેરી આપવમાં આવશે. માટે હવે વર્ગ 3 ના 4,000 કર્મચારીઓને આ રોકડ સેલેરી આપવા માટે 5 કરોડી તૈયાર રાખવા માટે SBI ને જણાવવામાં આવ્યું છે.